કોવિડ-19: રાજ્યમાં કોરોના સંબંધી 1.20 લાખ ગુના નોંધાયા

20 May, 2020 07:05 AM IST  |  Mumbai | Mumbai Correspondent

કોવિડ-19: રાજ્યમાં કોરોના સંબંધી 1.20 લાખ ગુના નોંધાયા

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસની ઍન્ટ્રી થયા બાદથી અત્યાર સુધી આ સંદર્ભના ૧.૨૦ લાખ ગુના પોલીસને ચોપડે નોંધાયા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ પર હુમલો થવાના ૨૪૦ કેસમાં ૮૧૯ આરોપીની ધરપકડ કરાઈ હોવાની માહિતી ગૃહપ્રધાન અનિલ દેશમુખે ગઈ કાલે આપી હતી.

રાજ્યમાં ૨૨ માર્ચથી લાગુ કરાયેલા લૉકડાઉનથી ૧૭ મે સુધીના સમયમાં આઇપીસીની કલમ ૧૮૮ હેઠળ ૧,૧૦,૯૨૦ લાખ ગુના નોંધાયા છે, જેમાં ૨૦,૯૧૧ આરોપીની ધરપકડ કરાઈ હતી. વિવિધ ગુના માટે લોકો પાસેથી પોલીસે ૪,૪૯,૪૯,૧૦૪ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.

કોરોનાના આજના સમયમાં પોલીસના રાજ્યભરમાં ૨૪ કલાક ચાલુ રહેતા ૧૦૦ નંબર પર ૯૩,૬૦૬ કૉલ આવ્યા હતા. જેમને હોમ ક્વૉરન્ટીન કરાયા હોવા છતાં ઘરોની બહાર ફરતા જોવા મળ્યા હતા એવા ૬૮૦ લોકોને શોધીને તેમને ક્વૉરન્ટીન સેલમાં મોકલાયા હતા. રાજ્યમાં ૧૭ મે સુધી ૩,૬૬,૧૪૬ લોકો ક્વૉરન્ટીનમાં હતા. ઇમર્જન્સી સેવા માટે પોલીસ વિભાગ દ્વારા રાજ્યભરમાં ૩,૯૭,૧૩૯ પાસ અપાયા હતા.

કોરોનાની લડતમાં ફ્રન્ટલાઈન પર ફરજ બજાવી રહેલા રાજ્યભરમાં ૧૨ પોલીસના મૃત્યુ થવાની સાથે ૧૨૭૫ પોલીસને કોરોનાનું સંક્રમણ થયું હતું, જેમાંથી ૨૯૧ પોલીસ સારવાર બાદ સાજા થયા હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકોમાં મુંબઈના ૮ની સાથે પુણે, સોલાપુર, નાશિક ગ્રામીણ અને ઍન્ટિ ટેરરિઝમ સ્ક્વૉડના ૧-૧ પોલીસ કર્મચારીનો સમાવેશ થાય છે.

mumbai mumbai news coronavirus covid19 lockdown