સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિબાપ્પાને ભેટ ચડેલાં સોના અને ચાંદીનાં ઘરેણાંની હરાજીમાંથી ૧.૧૫ કરોડની આવક

03 October, 2025 09:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ હરાજીમાંથી મંદિરને ૧.૧૫ કરોડ રૂપિયાની આવક થઈ છે

સોનાના ભાવ વધતાં હરાજીમાં મુકાયેલી અમુક વસ્તુઓનું વેચાણ શક્ય બન્યું નહોતું.

મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિબાપ્પાને ચડાવાયેલાં સોના-ચાંદીનાં ઘરેણાંની દશેરાએ હરાજી કરવામાં આવી હતી. હરાજીમાં ગણપતિની મૂર્તિઓ, લૉકેટ, સોનાના મોદક, વીંટીઓ, સોનાની ચેઇન, નેકલેસ અને અન્ય ઘરેણાં ભક્તોએ ખરીદ્યાં હતાં. આ હરાજીમાંથી મંદિરને ૧.૧૫ કરોડ રૂપિયાની આવક થઈ છે. સોનાની વસ્તુઓ સાથે ગણપતિની છાપવાળા ચાંદીના સિક્કાનું પણ વેચાણ કરવામાં આવ્યું હતું. અગાઉ ગુઢીપડવાએ સોના-ચાંદીના દાગીના અને સિક્કાની હરાજી કરવામાં આવી હતી અને એમાંથી મંદિરને ૧.૩૩ કરોડ રૂપિયાની આવક થઈ હતી. જોકે સોનાના ભાવ વધતાં હરાજીમાં મુકાયેલી અમુક વસ્તુઓનું વેચાણ શક્ય બન્યું નહોતું.

mumbai news mumbai siddhivinayak temple religious places