રાહુલ રાજકારણના બચ્ચા : શિવસેના

05 November, 2012 05:15 AM IST  | 

રાહુલ રાજકારણના બચ્ચા : શિવસેના

દિલ્લીના રામલીલા મેદાનમાં ગઈ કાલે યોજાયેલી કૉન્ગ્રેસની મહારૅલીને સંબોધતાં રાહુલ ગાંધીએ વિરોધ પક્ષ ફક્ત વિરોધ કરી શકે છે એવી ટીકા બીજેપી વિશે કરી હતી. રૅલીમાં તેઓ બોલ્યા હતા કે ‘બીજેપી પ્રેરિત એનડીએ સરકારના સમયમાં કારગિલ યુદ્ધ થયું એ વખતે કૉન્ગ્રેસ વિરોધ પક્ષ તરીકે હતી છતાં દેશના હિતને ધ્યાનમાં રાખીને એણે તત્કાલીન સરકારના નિર્ણયને સમર્થન આપ્યું હતું, પણ હવે યુપીએ સરકારે મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં એફડીઆઇને પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે તો બીજેપી સમર્થન આપવાને બદલે રાજકરણ રમી રહી છે.’

રાહુલ ગાંધીની આ વક્તવ્યની કડક આલોચના કરતાં શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી કારગિલ યુદ્ધ અને મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં એફડીઆઇ વચ્ચે ફરક સમજી શકતા ન હોય તો તેમને પૉલિટિક્સમાં રહેવાનો કોઈ અધિકાર નથી. રાહુલ રાજકારણમાં બચ્ચા જ નહીં, કચ્ચા પણ છે એ તેમણે રૅલીમાં સાબિત કરી દીધું.’