શિવસેનાના ધારાસભ્યને યૌન શોષણ મામલે ફસાવી ખંડણી માંગનાર યુવકની ધરપકડ, જાણો વિગત

23 November, 2021 11:03 AM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

યુવકે એક યુવતીના માધ્યમથી શિવસેનાના ધારાસભ્ય સાથે વાત કરી હતી અને બાદમાં તેમનો અશ્લીલ વીડિયો બનાવ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે એક મોટી કાર્યવાહી કરતા રાજસ્થાનના ભરતપુરમાંથી એક યુવકની ધરપકડ કરી છે. યુવક પર આરોપ છે કે તે શિવસેનાના ધારાસભ્ય પાસેથી છેલ્લા કેટલાય દિવસોથી ખંડણીની માંગ કરી રહ્યો હતો. 

પોલીસે આ અંગે જણાવ્યું કે સંબંધિત મામલામાં શિવસેનાના ધારાસભ્ય તરફથી કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. જેના દ્વારા સામે આવ્યું કે પહેલા યુવકે મુંબઈમાં શિવસેનાના ધારાસભ્યને યૌનશોષણના મામલે ફસાવ્યા અને પછી તેમની પાસેથી 50 હજાર રૂપિયાની માંગ કરી હતી. 

અધિકારીઓના જણાવ્યા અનુસાર યુવકે એક યુવતીના માધ્યમથી શિવસેનાના ધારાસભ્ય સાથે વાત કરી હતી. બાદમાં તેમનો અશ્લીલ વીડિયો બનાવી તેમનો મોકલ્યો હતો અને 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી. યુવતી દ્વારા શિવસેનાના ધારાસભ્યને ફસાવી તેનો અશ્લિલ વીડિયો બનાવીને તેમનો પરેશાન કરતો હતો.  અધિકારીઓનું કહેવું છે કે યુવક શિવસેનાના ધારાસભ્યને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો.  યુવકની ધરપકડ કરી તેમને મુંબઈ લાવવામાં આવ્યો છે. 

mumbai mumbai news mumbai crime branch shiv sena