Mumbai:કુર્લામાં ભીષણ આગ લાગી, 20 મોટરસાઈકલ બળીને ખાખ

13 October, 2021 11:41 AM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

કુર્લામાં એક સોસાયટીમાં લાગેલી ભીષણ આગમાં 20 મોટરસાઈકલ બળીને ખાખ થઈ ગયો છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ (Mumbai)માં જેવા મેગા સીટીમાં અવારનવાર અગાની ઘટના બનતી રહેતી હોય છે. ત્યારે કુર્લા(kurla)માં ફરી એક ભીષણ આગની ઘટના સામે આવી છે. કુર્લા(Kurla)માં નેહરુ નગર વિસ્તારમાં આવેલી રહેણાંક સોસાયટીમાં આજે બુધવારે સવારે ભીષણ આગ(Massive Fire) લાગી હતી. 

આગ એટલી વિકરાળ હતી કે ત્યાં પાર્ક કરેલા 20 મોટરસાઈકલ બળીને ખાખ થઈ ગયા હતાં.  ફાયર વિભાગને જાણ થતાં જ અનેક ફાયર ટેન્ડરો ત્યાં પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. 

આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગ લાગવાનું કારણ પણ જાણી શકાયું નથી. આ મામલે હજુ વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

mumbai mumbai news kurla