મુંબઈવાળા છે એટલે માલદાર હશે એમ માની મનસુખ સતરાનું મર્ડર

22 May, 2022 09:18 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

મુલુંડના ૬૦ વર્ષના કચ્છી સિનિયર સિટિઝન મનસુખ સતરાની કચ્છના વડાલા ગામથી આશરે બે કિલોમીટર દૂર રેલવે ટ્રૅકની બાજુમાંની ઝાડીઓમાંથી ક્રૂરતાથી પેટમાં વાર કરેલી ડેડ-બૉડી મળ્યાના એક મહિના બાદ તેમના જ ગામના રહેવાસીની ધરપકડ કરવામાં આવી છે.

મનુસખ સતરા અને આરોપી વાલા ગઢવી


મુંબઈ ઃ મુલુંડના ૬૦ વર્ષના કચ્છી સિનિયર સિટિઝન મનસુખ સતરાની કચ્છના વડાલા ગામથી આશરે બે કિલોમીટર દૂર રેલવે ટ્રૅકની બાજુમાંની ઝાડીઓમાંથી ક્રૂરતાથી પેટમાં વાર કરેલી ડેડ-બૉડી મળ્યાના એક મહિના બાદ તેમના જ ગામના રહેવાસીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને પકડ્યા બાદ આઘાતજનક બાબત એ સામે આવી છે કે આરોપીએ મનસુખભાઈની હત્યા બાળકોના અભ્યાસ માટે પૈસા મેળવવા કરી હતી. તેને એમ લાગ્યું કે તેઓ મુંબઈથી આવ્યા છે એટલે તેમની પાસેથી સારાએવા પૈસા મળી રહેશે. જોકે મુન્દ્રાની મરીન પોલીસે ૪૧ વર્ષના વડાલામાં રહેતા વાલા નાગશી ગઢવીની ધરપકડ કરીને ગઈ કાલે કોર્ટમાં લઈ જતાં કોર્ટે ૨૩ મે સુધીની પોલીસ-કસ્ટડીનો આદેશ આપ્યો છે. 
મુન્દ્રાની મરીન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી ગિરીશ વાણિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મનસુખ સતરાની ડેડ-બૉડી પરથી બે વસ્તુ ચોરાઈ હતી. એમાં હાથની પહોંચી અને ગળાની 
ચેઇન સાડાત્રણ લાખ રૂપિયાની છે. આરોપી વાલા ગઢવીએ સોનાના 
બ્રેસલેટ પર એક લાખ ૧૦ હજાર રૂપિયાની લોન લીધી હતી. વાલા ગઢવીની ધરપકડ થયા બાદ કરેલી પૂછપરછમાં તેણે કહ્યું કે તેનાં બે બાળકો નવમા અને 
બારમા ધોરણમાં ભણે છે. તેમની એક વર્ષની ફી બાકી છે અને આગામી વર્ષની ફી પણ ફરવી પડશે. આ ઉપરાંત અન્ય દેવાં પણ તેના પર થઈ ગયાં હતાં. મનસુખભાઈ ગામમાં થોડા દિવસ માટે આવ્યા હોવાનું વાલા ગઢવીના ધ્યાનમાં હતું. મુંબઈથી આવ્યા છે એટલે તેમની પાસે કંઈ સારું મળશે એ વિચારથી મનુસખ સતરા એ દિવસે ઘરની બહાર માર્કેટમાં આવ્યા ત્યારે આરોપી તેમને મળ્યો હતો. એક ખૂબ સારી જમીન છે એ દેખાડવાના બહાને આરોપી તેમને એ જગ્યાએ લઈ ગયો હતો. હાલમાં તે પોલીસ-કસ્ટડીમાં હોવાથી વધુ તપાસ હાથ ધરાઈ છે.’

mumbai news Crime News