નીતેશ રાણેનાં ગુજરાતીવિરોધી સ્ટેટમેન્ટ્સની તપાસ વિશે મુંબઈ હાઈ કોર્ટે રિપોર્ટ માગ્યો

28 November, 2014 05:46 AM IST  | 

નીતેશ રાણેનાં ગુજરાતીવિરોધી સ્ટેટમેન્ટ્સની તપાસ વિશે મુંબઈ હાઈ કોર્ટે રિપોર્ટ માગ્યો




ભગવાનજી રૈયાણીની પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનની સુનાવણીમાં જસ્ટિસ અનુપ મોહતાની બેન્ચે આ હુકમ કર્યો હતો. બેન્ચે સિનિયર કૉન્ગ્રેસ લીડર નારાયણ રાણે અને તેમના દીકરા નીતેશ રાણેને નોટિસો મોકલી હતી અને રાજ્ય સરકારને તપાસમાં પ્રગતિનો રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો હતો.

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા એ વખતે તેમનાં વખાણ કરવા બદલ મુંબઈના ગુજરાતીઓની કડવાશભરી ટીકા કરતાં તેમને મુંબઈ છોડીને ગુજરાત ચાલ્યા જવાની તાકીદ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર કરનારા નીતેશ રાણે અને તેમના પપ્પા સામે સમાજનાં બે જૂથો વચ્ચે વેરભાવ ફેલાવવાની કાનૂની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી ચલાવવાની માગણી ભગવાનજી રૈયાણીએ કરી છે. આ બાબતે ખાર પોલીસ-સ્ટેશને રાણેની રાજકીય વગને કારણે ફરિયાદ ન લેવાઈ હોવાનું જણાવતાં આ કેસમાં પોલીસને બદલે અન્ય કોઈ તટસ્થ એજન્સી દ્વારા તપાસ હાથ ધરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.