કાંદિવલીની KES કૉલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હાથમાં લીધું ઝાડુ

31 October, 2014 04:50 AM IST  | 

કાંદિવલીની KES કૉલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હાથમાં લીધું ઝાડુ



અંકિતા સરીપડિયા

કાંદિવલી-વેસ્ટમાં આવેલી KES શ્રોફ કૉલેજ ઑફ આર્ટ્સ ઍન્ડ કૉમર્સની સોશ્યલ ઇમ્પૅP કમિટીના સેલ્ફ ફાઇનૅન્સના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમ જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એમ કુલ ૧૬ લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાન હેઠળ કૉલેજના કૅમ્પસ સહિત કૉલેજની સામે આવેલા ભુલાભાઈ દેસાઈ રોડ અને પારેખ ગલીમાં ૨૭ ઑક્ટોબરે સવારે ૮થી ૧૧.૩૦ વાગ્યા સુધી સફાઈ અભિયાનનું આયોજન કર્યું હતું. આ અભિયાનમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી કૃણાલ શાહ સહિત કૉલેજના પ્રોફેસર પંકજ તિવારી અને મનીષ સિંહ પણ જોડાયા હતા. એ સિવાય તુષાર પુજારી, વૈભવ યાદવ, શશી શર્મા, ડૉલી ઓઝા, સાહિલ જસાણી, દીપ દામાણી, નૂપુર ભટ્ટ, અભિષેક શાહ, આશિષ ગુપ્તા, પ્રિયંકા ગડિયા, સલોની જેઠવા, જિગર બારોટ અને શુભમ ચિચાણી એમ કુલ ૧૬ જણ જોડાયા હતા.

આ વિશે વધુ માહિતી આપતાં આ અભિયાનમાં જોડાયેલા કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી કૃણાલ શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સ્વચ્છતા-અભિયાનમાં ૮ બામ્બુઝાડુ અને ૪ નાનાં ઝાડુ એમ કુલ ૧૨ ઝાડુ, હૅન્ડ-ગ્લવ્ઝ અને ૧૭ ગાર્બેજ-બૅગ લાવવામાં આવ્યાં હતાં. સફાઈ બાદ ભેગો થયેલો કચરો કૉલેજમાં રાખવામાં આવેલી સુધરાઈની કચરાપેટીમાં નાખવામાં આવ્યો હતો અને કૉલેજના કૅમ્પસ સહિત પાસેની લેન અને રોડને પણ ક્લીન કરવામાં આવ્યાં હતાં.’