...છેને મસ્ત-મસ્ત બસ-સ્ટૉપ

14 January, 2022 08:37 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મહાનગરમાં બસ-સ્ટૉપની કાયાપલટ થવાની છે. આમાં હાલનાં ૧૦૫ પોલ બસ-સ્ટૉપને ટૂંક સમયમાં બેઠક વ્યવસ્થા સાથે નવાં સ્ટૉપ સાથે બદલવામાં આવશે.

આ બસ-સ્ટૉપમાં આરપાર જોઈ શકાય એવી દીવાલો પણ હશે

મુંબઈ : મહાનગરમાં બસ-સ્ટૉપની કાયાપલટ થવાની છે. આમાં હાલનાં ૧૦૫ પોલ બસ-સ્ટૉપને ટૂંક સમયમાં બેઠક વ્યવસ્થા સાથે નવાં સ્ટૉપ સાથે બદલવામાં આવશે. ફોર્ટ મ્યુઝિયમની નજીક શ્યામા પ્રસાદ મુખરજી ચોક ખાતે આ પ્રકારનું પ્રથમ બસ-સ્ટૉપ સ્થાપિત કરવામાં આવ્યું છે.
બેસ્ટના જનરલ મૅનેજર લોકેશ ચંદ્રાએ આ વાતનું સમર્થન કરતાં કહ્યું હતું કે નવાં બસ-સ્ટૉપ ગાર્ડિયન મિનિસ્ટર આદિત્ય ઠાકરેના ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ ઍન્ડ ડેવલપમેન્ટ કમિટીના ફન્ડમાંથી તૈયાર કરવામાં આવશે. 
આ બસ-સ્ટૉપમાં શહેરને જોઈ શકાય એવી બેસવાની વ્યવસ્થા હશે એમ જણાવતાં આદિત્ય ઠાકરેએ ઉમેર્યું હતું કે શહેરની મૂળભૂત ઓળખ અકબંધ રાખીને એની સૌંદર્ય અને કાર્યક્ષમતા વધારવા આતુર છીએ. 
બેસ્ટના અધિકારીએ જણાવ્યું હતું કે શહેરમાં ૧૦૦૦ પોલ બસ-સ્ટૉપ સાથે લગભગ ૬૦૦૦ બસ-સ્ટૉપ છે. સરકારની યોજના અડધા જેટલા પોલ તેમ જ અન્ય બસ-સ્ટૉપનું નવીનીકરણ કરવાની છે. 
દરમિયાન બેસ્ટે એની સેવાઓ સુધારવા માટે પહેલી સપ્ટેમ્બર, ૨૦૨૧થી એના રૂટ નેટવર્કને પણ તર્કસંગત બનાવ્યું છે, જે મુજબ નવા કૉરિડોર રૂટ રજૂ કરવામાં આવ્યા છે જ્યાં મોટા ભાગના રૂટ પર મુંબઈગરાઓ ૧૫ મિનિટથી ઓછા સમયમાં બસમાં મુસાફરી કરી શકશે અને આ પ્રકારે કનેક્ટિવિટીમાં સુધારો કરી શકાશે. આ પ્રક્રિયામાં બદલાતી કોવિડ-19 ટ્રાવેલ પૅટર્નને અનુલક્ષીને આગામી મેટ્રો સ્ટેશનો તેમ જ અન્ય બસ-સ્ટૉપને ફરીથી ગોઠવવામાં આવ્યાં છે અને લોકલ ફીડર રૂટ પણ મજબૂત કરવામાં આવ્યાં છે.

mumbai mumbai news