મંબઈકરો એલર્ટ! વિદર્ભ અને મુંબઈમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

18 September, 2021 06:16 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

હવામાન વિભાગે મુંબઈ અને વિર્દભ વિસ્તારમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

બેન્ડસ્ટેન્ડ (ફાઈલ ફોટો)

મુંબઈમાં ફરી મેઘરાજાનું આગમન થઈ શકે છે.  ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, સોમવારથી મહારાષ્ટ્રના વિદર્ભ અને મુંબઈ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. 

પ્રાદેશિક હવામાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. શુભંગી ભૂતેએ જણાવ્યું કે, બંગાળની ખાડી ઉપર ચક્રવાતી પરિભ્રમણ વિકસી રહ્યું છે, જેમ જેમ તે વધુ તીવ્ર બનશે તેમ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. મહારાષ્ટ્રમાં 20 સપ્ટેમ્બરથી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

 તેમણે વધુમાં કહ્યું કે, `વિદર્ભ પ્રદેશમાં સૌથી પહેલા વરસાદ પડશે. જોકે તે પૂર્વથી પશ્ચિમ સુધી રાજ્યના ઉત્તરીય ભાગને આવરી લેશે, પરંતુ બે સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

 અન્ય વિસ્તારોમાં પણ વરસાદની આગાહી વિશે જણાવતાં તેમણે કહ્યું કે, ઉત્તર મહારાષ્ટ્રમાં વરસાદ પડશે અને ત્યારબાદ પાલઘર, થાણે અને મુંબઈના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે.

mumbai mumbai news mumbai weather vidarbha maharashtra mumbai rains