Mumbai News:વિલે પાર્લેમાં ત્રણ માળની ઈમારતમાં લાગી આગ, કોઈ જાનહાની નહીં

19 November, 2021 01:42 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરતાં 20 ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

તસવીરઃ સતેજ શિંદે

મહારાષ્ટ્ર(Maharashtra)ની રાજધાની મુંબઈ(Mumbai)માં ફરી એક વાર આગની ઘટના સામે આવી છે. મુંબઈ(Mumbai)ના વિલે પાર્લે(Vile Parle)માં એક ત્રણ માળની ઈમારતમાં આગી ફાટી નિકળી છે.

મળતી માહિતી મુજબ આગ ઈમારતના પહેલા માળે લાગી છે. આગ લાગતાં જ અફરી-તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરતાં 20 ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ સાથે જ ફાયર ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.  જે ઈમારતમાં આગ લાગી છે ત્યાં મોલ છે. 

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, લેવલ-4 આગ છે અને હાલમાં કોઈને ઈજા થઈ નથી અને જાનહાનિ અંગે કોઈ માહિતી નથી. હાલ આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે.

આ પહેલા ગુરુવારે મુંબઈના ઉપનગર પવઈમાં કારના શોરૂમના ગેરેજમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પવઈમાં સાકી વિહાર રોડ પર આવેલા `સાઈ ઓટો હ્યુન્ડાઈ શોરૂમ`ના ગેરેજમાં સવારે 11 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

આ સપ્તાહની શરૂઆતમાં પણ મોબાઈલ અને હોમ એપ્લાયન્સ બનાવતી કંપની સેમસંગના સર્વિસ સેન્ટરમાં આગ લાગી હતી. આ સેવા કેન્દ્ર હેવી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, કાંજુર માર્ગ વિસ્તારમાં છે. મુંબઈ ઝોન 7ના ડીસીપી પ્રશાંત કદમે જણાવ્યું હતું કે અમને રાત્રે લગભગ 9 વાગ્યે કાંજુર માર્ગ પર સેમસંગ સર્વિસ સેન્ટરમાં શોર્ટ સર્કિટના કારણે આગની માહિતી મળી હતી. જોકે, લગભગ 5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

mumbai mumbai news vile parle