Coronavirus Outbreak: મુંબઇ APMC બજારમાં વેપારી Covid-19 પૉઝીટીવ

09 April, 2020 01:15 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Outbreak: મુંબઇ APMC બજારમાં વેપારી Covid-19 પૉઝીટીવ

એપીએમસી માર્કેટ

ગુરૂવારે, એપીએમસીનાં વાશી મસાલા માર્કેટનો એક વ્યાપારી Covid-19 પૉઝિટીવ આવતાં વ્યાપારીઓમાં ફફડાટ ફેલાયો છે.એપીએમસી સમિતિએ શરૂઆતમાં શાકભાજી, કાંદા, બટેટા અને ફળોનાં માર્કેટને બંધ કરી દેવાનો નિર્ણય લીધો અને સાથે ડ્રાય ફ્રુટ અને મસાલા માર્કેટ પણ 31મી માર્ચ સુધી બંધ કરાયા.આ બજારોમાં રોજનાં 15000 માથાડી કામદારો અને વેપારીઓની આવન-જાવન થતી હોવાથી આ પગલાં સાવચેતી રૂપે લેવાયા હતા. વળી રોજનાં 25000થી 30000 લોકોની અહીં આવન જાવન હોય છે અને 1500 ખટારાઓ ફળ અને શાકભાજી ભરીને મહારાષ્ટ્રનાં જુદા જુદા હિસ્સાઓમાંથી અહીં આવે છે.

જો કે બાદમાં સમિતિએ નક્કી કહ્યું કે પુરવઠો તો પહોંચાડવો જરૂરી છે કારણકે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 31 માર્ચ સુધીનાં લૉકડાઉનની જાહેરાત કરી અને માર્કેટે લૉકડાઉન અટકાવ્યું. સમિતિએ જંતુનાશક વગેરેનો પુરતો છંટકાવ કરીને તથા ગુરૂવાર અને રવિવારે માર્કેટ બંધ રાખીને જેટલું થઇ શકે તેટલું કામ મેનેજ કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો હતો. માર્કેટમાં વૉર રૂમ સેટ થયો અને સાથે બધા વેપારી, કામદારો અને લોકો જે પણ માર્કેટમાં આવે તેનું સ્ક્રિનિંગ પણ શરૂ કર્યું.આવનારાઓને સૌને સેનિટાઇઝર્સ પણ અપાતા, સોશ્યલ ડિસ્ટન્સિંગ પણ સચવાતું અને એપીએમસીનાં ગેઇટ્સ પર સોડિયમ હાઇપોક્લોરાઇડનો છંટકાવ પણ કરાયો.

સમિતિનાં એક અધિકારીએ કહ્યું કે, “એ દુર્ભાગ્યની વાત છે કે અમારા બધાં જ પ્રયત્નો નિષ્ફળ ગયા છે અને આ વેપારી કેટલા લોકોનાં સંપર્કમાં આવ્યો હશે તે તો અમને ખબર પણ નથી.”માથાડી કામદારોનાં યુનિયને માર્કેટ શુક્રવારે સદંતર બંધ રાખવાની માગ કરી છે. એપીએમસીમાં 12000 કામદારોનાં જીવનું જોખમ છે.બીજી ચિંતા અજ અને શાકભાજીની છે કારણકે આ સ્થિતિમાં આગલા દિવસે અહીં ખટારાઓની લાઇન લાગશે.ફળો અને શાકભાજીની સપ્લાય ચેઇન પર પણ આ સ્થિતિની અસર પડશે.

 

coronavirus covid19 apmc market vashi mumbai news