મ્હાડાના ૫૦૦ ફ્લૅટો બિલ્ડરોએ વેચી માર્યા

20 October, 2011 08:05 PM IST  | 

મ્હાડાના ૫૦૦ ફ્લૅટો બિલ્ડરોએ વેચી માર્યા



વરુણ સિંહ


મુંબઈ, તા. ૨૦

નિયમ મુજબ આ તમામ બિલ્ડિંગો મ્હાડા (મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી)ના નિયમ મુજબ જર્જરિત બિલ્ડિંગોને તોડીને બનાવવામાં આવ્યાં હતાં એટલે એક ભાગ પોતાની પાસે રાખી અન્ય બે ભાગ મ્હાડાને આપવાના હતા, પરંતુ આ બિલ્ડરોએ એના મૂળ રહેવાસીઓને આપવાને બદલે આ તમામ બિલ્ડિંગો બારોબાર વેચી માયાર઼્ છે. મ્હાડાના વાઇસ પ્રેસિડન્ટ સતીશ ગવઈએ આ વિશે મુંબઈના પોલીસ-કમિશનર અરૂપ પટનાઈકને ફરિયાદ કરતાં ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગે બિલ્ડરો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

મ્હાડાના નિયમ પ્રમાણે ૫૦૦ જેટલા ફ્લૅટો મ્હાડાની સંપત્તિ છે, જે બિલ્ડરોએ બારોબાર વેચી માર્યા છે. અત્યારે આ વિસ્તારમાં ફ્લૅટોની માર્કેટ વૅલ્યુ ૨૦,૦૦૦ રૂપિયા પ્રતિ સ્ક્વેરફૂટ છે. જોકે આ ગુનામાં સંડાવાયેલા બિલ્ડરોનાં નામોની યાદી મ્હાડા તેમ જ પોલીસ-સ્ટેશન દ્વારા જાહેર કરવામાં નથી આવી.