મુંબઈમાં મમતાને મુશ્કેલી, ભાજપ નેતાએ દીદી વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ, જાણો કારણ

02 December, 2021 01:22 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી મુંબઈના પ્રવાસ પર છે.

મમતા બેનર્જી


પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા (Mamata Banerjee)બેનર્જી મુંબઈના પ્રવાસ પર છે. આ દરમિયાન મુંબઈના ભાજપ નેતાએ મુખ્યમંત્રી મમતા દીદી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સમાચાર એજન્સી ANI અનુસાર  મુંબઈના ભારતીય જનતા પાર્ટીના  નેતાએ પોલીસને ફરિયાદ કરી આક્ષેપ કર્યો છે કે સીએમ મમતા બેનર્જીએ બેસીને રાષ્ટ્રગાન ગાયુ છે અને તેનુ અપમાન કર્યુ છે. આ ઉપરાંત ફરિયાદમાં જણાવાયું છે કે રાષ્ટ્રગાનને થોડું ગાયા બાદ સીએમ અચાનક અટકી ગયા હતાં. 

આ પહેલા પશ્ચિમ બંગાળની મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ બુધવારે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી અને કોંગ્રેસ નેતૃત્વ પર નિશાન સાધતાં ભાજપ વિરુદ્ધ એકસાથે મળીને લડવાની વાત કરી હતી. આ ઉપરાંત તેમણે એક ટિપ્પણી કરી હતીકે ` હવે સંપ્રગ જેવું કંઈ જ નથી` અને વધારે સમય સુધી વિદેશમાં રહી કોઈ કંઈ પણ હાંસિલ કરી શકતુ નથી. તો બીજી બાજુ શરદ પવારે કહ્યું કે વર્તમાનમાં નેતૃત્વ કોઈ મુદ્દો નથી અને બીજેપી વિરુદ્ધ લડાઈમાં સમાન વિચાર ધરાવતી તમામ પાર્ટીનું સ્વાગત છે. 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતાં મમતા દીદીએ કહ્યું કે,  `રાજનીતિમાં નિરંતર પ્રયાસ આવશ્યક છે. તમે હંમેશા વિદેશમાં ના રહી શકો.  હું કોંગ્રેસને સલાહ આપવા માગું છું કે વિપક્ષને માર્ગદર્શન આપવા માટે નાગરિક સમાજના પ્રતિષ્ઠિત લોકોની સલાહકાર સમિતિની રચના કરવી જોઈએ, પરંતુ કંઈ થયું નથી.` બેનર્જીએ કહ્યું કે ભાજપ સુરક્ષિત નથી અને દેશને સુરક્ષિત રાખવાની જરૂર છે.

 

mumbai mumbai news mamata banerjee