ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના પરિવાર માટે હજીયે ૧૯ પોલીસ છે

03 January, 2013 05:59 AM IST  | 

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના પરિવાર માટે હજીયે ૧૯ પોલીસ છે

આ પરિવારને આપવામાં આવતી સુરક્ષા પાછી ખેંચવા માટે મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર પાસે ત્રણ વખત પરવાનગી માગી છે, પરંતુ ત્રણે વખત કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપવામાં નથી આવી. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં પોલીસ-ર્ફોસની અછત છે જેને કારણે કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી છે. એને ધ્યાનમાં લઈને જ રાજ્ય સરકારે રાજકારણીઓને આપવામાં આવતી સુરક્ષાને પાછી ખેંચવા બાબતનાં પગલાં ભરવાનું શરૂ કર્યું છે.