મુંબઈમાં ૧૮૦૦ મોબાઇલ ટાવર ગેરકાયદે : સુધરાઈ કમિશનર

13 November, 2012 06:08 PM IST  | 

મુંબઈમાં ૧૮૦૦ મોબાઇલ ટાવર ગેરકાયદે : સુધરાઈ કમિશનર



નગરસેવકોએ આ મોબાઇલ ટાવર્સ સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ક્હ્યું હતું કે મોબાઇલ ટાવરમાંથી નીકળતા રેડિયેશનને કારણે માથું દુખવાની સામાન્ય ફરિયાદથી લઈને કૅન્સર જેવી બીમારી થતી હોવાથી ગેરકાયદે મોબાઇલ ટાવર્સ સામે કડક પગલાં લેવાવાં જોઈએ. સીતારામ કુંટેએ કહ્યું હતું કે ‘સુધરાઈ પાસે ગેરકાયદે મોબાઇલ ટાવર બંધ કરવાની સત્તા છે. ટેલિકૉમ મિનિસ્ટ્રી એ મોબાઇલ ટાવરમાંથી નીકળતા રેડિયેશનને ચેક કરવાની છે. આ ઉપરાંત મોબાઇલ ટાવર માટે લગાડવામાં આવેલાં સાધનો નિયમ મુજબ છે કે નહીં એ પણ ચેક કરશે. મુંબઈમાં ૩૬૦૦ મોબાઇલ ટાવર છે. એમાંથી ૧૮૦૦ મોબઇલ ટાવર ગેરકાયદે છે. જોકે હવે મોબાઇલ ઑપરેટરો આ મુદ્દે ર્કોટમાં ગયા હોવાથી આ મેટર સબજુડિસ છે.’