Zombie Virus: 48500 વર્ષ જૂના વાયરસને રશિયન વૈજ્ઞાનિકોએ ફરી રિવાઈવ કર્યો?

30 November, 2022 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગ્લોબલ વૉર્મિંગના કારણ પ્રાચીન પર્માફ્રૉસ્ટના ઓગળવાની ઘટનાએ લગભગ બે ડઝન વિષાણુઓને પુનર્જીવિત કરી દીધા છે. દાવો છે કે એક સરોવરની નીચે 48,500થી પણ વધારે વર્ષથી બરફમાં જામેલ ઝૉમ્બી વાયરસ ફરી જીવિત થયું છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

વિશ્વ (World) હજી પણ કોરોનાવાયરસ (Coronavirus)ના કેરથી બહાર આવી શક્યું નથી તેમાં હવે આ નવી મહામારીનું (New Pandemic) જોખમ ઊભું થયું છે. વૈજ્ઞાનિકો (According to Scientists) પ્રમાણે ગ્લોબલ વૉર્મિંગને (Global Warming) કારણે માણસો (Human) પર મોટું જોખમ ફરી રહ્યું છે. સંશોધકો પ્રમાણે ગ્લોબલ વૉર્મિંગને કારણે જળ-વાયુ પરિવર્તન ઝડપથી પ્રાચીન પર્માફ્રૉસ્ટને ઓગાળે છે.

દાવો છે કે ગ્લોબલ વૉર્મિંગના કારણ પ્રાચીન પર્માફ્રૉસ્ટના ઓગળવાની ઘટનાએ લગભગ બે ડઝન વિષાણુઓને પુનર્જીવિત કરી દીધા છે. દાવો છે કે એક સરોવરની નીચે 48,500થી પણ વધારે વર્ષથી બરફમાં જામેલ ઝૉમ્બી વાયરસ ફરી જીવિત થયું છે. આ વાયરસ માનવજાતિ માટે એક નવું જોખમ પેદા કરી શકે છે.

રશિયામાં જીવિત થયું `ઝૉમ્બી વાયરસ`
બ્લૂમબર્ગના એક રિપૉર્ટ મુજબ, યૂરોપીય સંશોધકોએ રશિયાના સાઈબેરિયા ક્ષે6માં પર્માફ્રૉસ્ટથી એકત્રિત પ્રાચીન નમૂનાની તપાસ કરી. રિપૉર્ટ પ્રમાણે વૈજ્ઞાનિકોએ 13 રોગકારક વાયરસની વિશેષતા જણાવતા તેમને જીવિત કર્યા. જેને તેમણે `ઝૉમ્બી વાયરસ` જણાવ્યું. વૈજ્ઞાનિકોને ખબર પડી છે કે અનેક શતાબ્દીઓ સુધી જમીનની નીચે બરફમાં દબાઈ રહેવા છતા પણ આ વાયરસ સંક્રામક છે.

48,500 વર્ષથી દબાયેલું હતું વાયરસ
રિપૉર્ચ પ્રમાણે સૌથી જૂનો વાયરસ જેને પેંડોરાવાયરસ યેડોમાં કહેવામં આવે છે. તેની ઉંમર 48,500 વર્ષથી વધારે કહેવામાં આવી રહી છે. આ વાયરસે આ ટીમ દ્વારા 2013માં શોધેલા વાયરસનો પણ રેકૉર્ડ તોડી દીધો છે. આ વાયરસની ઉંમર 30,000 વર્ષથી વધારે કહેવામાં આવી હતી. રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રાચીન વાયરસને ફરીથી જીવાડવાને કારણે છોડ, પશુ કે માનવ રોગના મામલે સ્થિતિ ખૂબ જ વિનાશકારી હશે.

માનવી-પ્રાણીઓને કરી શકે છે સંક્રમિત
રશિયા, જર્મની અને ફ્રાન્સના સંશોધકોની ટીમે કહ્યું કે તેમની રિસર્ચમાં વાયરસને પુનર્જીવિત કરવાનું જૈવિક જોખમ સંપૂર્ણરીતે નગણ્ય હતું. તેમના લક્ષિત તાણને કારણે તે પુનર્જીવિત થઈ ગયા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વાયરસ ખૂબ જ જોખમી છે. આ માનવીઓ તેમજ પ્રાણીઓે સંક્રમિત કરીને ખૂબ જ વધારે હેરાન કરી શકે છે.

આ પણ વાંચો : મુંબઈમાં ઓરીના દરદી વધ્યા કોરોનાને કારણે?

ગ્લોબલ વૉર્મિંગને કારણે વધી રહ્યું છે જોખમ
વૈજ્ઞાનિત લાંબા સમયથી ચેતવણી આપી રહ્યા છે કે ગ્લોબલ વૉર્મિંગને કારણે જામેલા બરફના ઓગળવાથી જળવાયુ પરિવર્તન બગડી જશે. જળવાયુ પરિવર્તનથી જમીનમાં દબાયેલ મીથેન વિઘટિત થઈ જશે, જેથી ગ્રીનહાઉસમાં પ્રભાવ પડશે. રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગ્લોબલ વૉર્મિંગને કારણે આ શક્યતા છે કે પ્રાચીન પરમાફ્રૉસ્ટ ઓગળવાથી આ અજ્ઞાત વાયરસ પણ બહાર આવી જશે.

international news russia