10 વર્ષના આ છોકરાનું વજન 196 કિલો,વિશ્વના સૌથી જાડા બાળક પર થશે સર્જરી

04 May, 2019 01:45 PM IST  | 

10 વર્ષના આ છોકરાનું વજન 196 કિલો,વિશ્વના સૌથી જાડા બાળક પર થશે સર્જરી

મદદ વગર 3 ડગલા પણ નથી ચાલી શકતો અબ્રહામ

10 વર્ષના આ છોકરાનું વજન છે 196 કિલો,વિશ્વના સૌથી જાડિયા બાળક પર થશે વેઇટલૉસ સર્જરી

પાકિસ્તાનમાં 10 વર્ષનો મોહમ્મદ અરબ્રાર નામનો છોકરો એટલો વજનદાર છે કે તે કોઈકના સર્પોટ વિના ત્રણ ડગલાં પણ ચાલી નથી શકતો. હાલમાં તે 196 કિલો વજન ધરાવે છે. આમ તો જન્મ્યો ત્યારે તેનું વજન પોણાચાર કિલો હતું, પણ એ પછી તેનું વજન કૂદકે ને ભૂસકે વધવા લાગ્યું. છ મહિનાનો થયો ત્યારે તો તેનું વજન 18 કિલો થઈ ગયેલું. તેની મમ્મી ઝરીનાને તેનું ડાયપર ચેન્જ કરવામાં પણ મુશ્કેલી પડતી હતી. ઊંચકીને ફરવાનું તો તેની મમ્મી માટે લગભગ ઇમ્પૉસિબલ થઈ ગયેલું. આ બધાનું કારણ એ હતું કે તે ગમે એટલું ખાય તોય ધરાતો નથી. હાલમાં તે ચાર પુખ્ત વ્યક્તિ જેટલો ખોરાક લે છે અને એ પછી પણ તેને વધુ નથી ખાવાનું એવું કહેવું પડે છે.

આ પહેલાં 10 વર્ષનો આર્ય પર્માના નામનો ઇન્ડોને‌શિયાનો છોકરો 184 કિલોનો થઈ ગયેલો. જોકે આ ઘટના ત્રણ વર્ષ પહેલાંની છે અને એ વખતે આર્યપર વેઇટલૉસ સર્જરી કરવામાં આવી હતી અને હવે તેણે લગભગ અડધોઅડધ વજન ઘટાડી દીધું છે.પાકિસ્તાનના મોહમ્મદ અરબ્રારને તપાસીને સ્થાનિકડૉક્ટરોનું કહેવું છે કે આર્ય પાતળો થઈ ગયો હોવાથી હવે આ બાળક વિશ્વનું સૌથી મેદસ્વી બાળક બની ગયું છે.

તેના પેરન્ટ્સને બીજાં બે સંતાનો છે જે નૉર્મલ છે. બાલ્યાવસ્થામાં અરબ્રાર તેના ભાઈબહેનો કરતાં પાંચ ગણું દૂધ પી જતો હતો. હજી તો તેનું વજન વધ્યે જ રાખે છે ત્યારે તેનો ડાયટ કન્ટ્રોલ કરવાનું સંભવ નથી રહ્યું. બીજી તરફ તે જાતે ચાલી શકે એમ પણ નથી એટલે હવે તેના જઠરને સર્જરી કરીને નાનું કરવામાં આવશે જેને કારણે આપમેળે તેનું ખાવાનું ઘટશે અને વજન પણ ઘટશે.

hatke news