World Health Day:નર્સ-હેલ્થ વર્કર્સને સમર્પિત આ વિશ્વ સ્વાસ્થ્ય દિન

07 April, 2020 03:01 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

World Health Day:નર્સ-હેલ્થ વર્કર્સને સમર્પિત આ વિશ્વ સ્વાસ્થ્ય દિન

એવા સમયમાં જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ (કોવિડ-19) સામે લડી રહ્યો છે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પ્રત્યેક વર્ષ 7 એપ્રિલના ઉજવવામાં આવતાં વિશ્વ સ્વાસ્થ્ય દિવસ પર આ મહામારી સામે લડવા સૌથી આગવી હરોળમાં આવતાં નર્સ અને હેલ્થ વર્કર્સ માટે આ દિવસ સમર્પિત કર્યો છે.

ડબ્લ્યૂએચઓ દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય દિવસ 2020ના વિષયને લઈને આજે જાહેર અપડેટ પ્રમાણે નર્સ અને મિડવાઇફના આ આંતરરાષ્ટ્રીય વર્ષમાં નર્સિંગની સ્થિતિ સમગ્ર વિશ્વમાં દર્શાવવામાં આવશે. ડબ્લ્યૂએચઓ અને તેના સહયોગી સંગઠનો દ્વારા નર્સિંગ તેમજ મિડવાઇફ ફીલ્ડના કર્મચારીઓની સ્થિતિ મજબૂત કરવા અનેક પ્રયત્નો કરશે.

ડબ્લ્યૂએચઓએ બધાંને નર્સિંગ તેમજ મિડવાઇફ કર્મચારીઓને સશક્ત બનાવવા સહયોગ માટે આહ્વાન કર્યું જેથી દરેક સ્થળે અને બધાંને આવશ્યક સુવિધાઓ સરળતાથી મળે શકે.

વિશ્વ સ્વાસ્થ્ય દિવસ 2020ના અવસરે ડબ્લ્યૂએચઓ વર્લ્ડ્સ નર્સિંગ રિપોર્ટ 2020 પણ લૉન્ચ કરી રહ્યું છે જે વિશ્વના નર્સિંગ કર્મચારીઓ અને તેમની ભૂમિકાને વધારવા માટે સાક્ષ્ય આધારિત નીતિગત રીતે મદદરૂપ સાબિત થશે.

આ પણ વાંચો : Coronavirus: શાહરૂખ ખાન સાથેની એક્ટ્રેસ હવે ૩ કલાકની ટ્રેનિંગ પછી નર્સ બની સેવા આપે છે

વિશ્વ સ્વાસ્થ્ય દિવસ 2020: મુખ્ય બાબતો

થીમ:'સપોર્ટ નર્સેસ એન્ડ મિડવાઇવ્સ'

આ આંતરરાષ્ટ્રીય વર્ષમાં નર્સિંગની સ્થિતિ સમગ્ર વિશ્વમાં હાઇલાઇટ કરવામાં આવશે.

ડબ્લ્યૂએચઓએ વર્લ્ડ નર્સિંગ રિપોર્ટ 2020 લૉન્ચ કર્યું

રિપોર્ટ સાક્ષ્ય આધારિત અને નીતિગત રીતે મદદરૂપ સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે વર્। 2018 તેમજ 2019ના વિશ્વ સ્વાસ્થ્ય દિવસની થીમ હતી- યુનિવર્સલ હેલ્થ કવરેજ: એવરીવન, એવરીવૅર.

world health organization health tips international news national news