રાણીના કૉફિન પર કેમ મુકાયાં હસ્તલિખિત પત્ર, તાજ અને માળા?

21 September, 2022 08:43 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

સોમવારે બ્રિટનનાં રાણી ક્વીન એલિઝાબેથ ટૂની અંતિમયાત્રા આખી દુનિયાએ જોઈ હતી. તેમના કૉફિન પર એક પત્ર, તાજ, રાજદંડ અને માળા રાખવામાં આવ્યાં હતાં

સોમવારે રાણીના કૉફિન પર મૂકવામાં આવેલાં ફૂલો, પત્ર, તાજ, બિંબ અને રાજદંડ નજરે પડે છે.

લંડન : સોમવારે બ્રિટનનાં રાણી ક્વીન એલિઝાબેથ ટૂની અંતિમયાત્રા આખી દુનિયાએ જોઈ હતી. તેમના કૉફિન પર એક પત્ર, તાજ, રાજદંડ અને માળા રાખવામાં આવ્યાં હતાં એના અર્થ અને સંદર્ભ પણ સમજીએ 
૧ પત્ર
ફૂલોના ઢગલાઓ વચ્ચે કૉફિન પર એક હસ્તલિખિત પત્ર હતો જે તેમના પુત્ર કિંગ ચાર્લ્સ ત્રીજાએ લખ્યો હતો. 
૨ ફૂલો 
કિંગ ચાર્લ્સની વિનંતીને માન આપીને કૉફિનની ઉપર રાખેલાં ફૂલો લંડનના બકિંગહૅમ પૅલેસ અને ક્લેરન્સ હાઉસથી ખાસ ચૂંટીને લાવવામાં આવ્યાં હતાં. ૧૯૪૭માં જ્યારે રાણીનાં લગ્ન થયાં હતાં ત્યારે કલગીમાં જે ફૂલો વાપરવામાં આવ્યાં હતાં એના છોડમાંથી આ ફૂલો વાપરવામાં આવ્યાં હતાં. 
૩. શાહી તાજ
રાણીના તાજમાં ૨૮૬૮ હીરા, ૨૬૯ મોતી , ૧૭ નીલમ, ૧૧ નીલમણી અને ૪ માણેક છે. સૅન્ટ ઍડવર્ડનું નીલમ સૌથી ઉપરના ક્રૉસની મધ્યમાં આવેલું છે. 
૪ બિંબ
રાજદંડની જેવો સુર્વણ રત્નજડિત બૉલ બનાવવામાં આવ્યો હતો જે રાજાને યાદ અપાવતો કે તેને શક્તિ ઈશ્વરમાંથી મળે છે. 
૫ રાજદંડ
કિંગ ચાર્લ્સ-ટૂના રાજ્યાભિષેક માટે રાજદંડ બનાવવામાં આવ્યો હતો. જેનો ઉપયોગ ૧૬૬૧થી દરેક રાજ્યાભિષેકમાં કરવામાં આવે છે. ૧૯૧૦માં આ રાજદંડમાં કુલીનન ૧ હીરો ઉમેરવામાં આવ્યો એ વિશ્વનૌ સૌથી મોટો રંગહીન કટ હીરો છે. 
૬ શાહી ધ્વજ
આ ધ્વજ યુનાઇટેડ કિન્ગડમનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં ચાર ક્વૉર્ટર છે. પ્રથમ અને ચોથું ક્વૉર્ટર ઇંગ્લૅન્ડ, બીજું ક્વૉર્ટર સ્કૉટલૅન્ડ અને ત્રીજા ક્વૉર્ટરમાં આયરલૅન્ડનું પ્રતિનિધિત્વ છે. 

world news london queen elizabeth ii