સર્વોચ્ચ અદાલતનું અસાધારણ પગલું પશ્ચિમ બંગાળમાં SIR ડ્યુટીમાં જુડિશ્યલ ઑફિસરોની નિમણૂકનો આદેશ આપ્યો

21 February, 2026 09:15 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

આ મુદ્દે કોર્ટે કહ્યું હતું કે આ ઑફિસરોને રાજ્ય સરકારના માઇક્રો-ઑબ્ઝર્વર્સ અને અધિકારીઓ તરફથી સમર્થન મળશે

પ્રતીકાત્મક તસવીર

સુપ્રીમ કોર્ટે ગઈ કાલે એક અસાધારણ આદેશ પસાર કરીને કલકત્તા હાઈ કોર્ટને પશ્ચિમ બંગાળમાં મતદારયાદીઓના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)માં દાવાઓ અને વાંધાઓના નિર્ણય માટે રાજ્યમાં કાર્યરત અને ભૂતપૂર્વ જુડિશ્યલ ઑફિસરોને ઇલેક્ટોરલ રજિસ્ટર ઑફિસર્સ (ERO) તરીકે નિયુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો.

આ મુદ્દે કોર્ટે કહ્યું હતું કે આ ઑફિસરોને રાજ્ય સરકારના માઇક્રો-ઑબ્ઝર્વર્સ અને અધિકારીઓ તરફથી સમર્થન મળશે. કોર્ટે કલેક્ટર અને પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ અધિકારીઓને લૉજિસ્ટિકલ સપોર્ટ અને સુરક્ષા પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે મમતા બૅનરજીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર અને ચૂંટણીપંચ વચ્ચે વિશ્વાસની ખામી દર્શાવી હતી અને રાજ્યમાં ઉદ્ભવેલા અસાધારણ સંજોગોને પગલે અસાધારણ આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત, ન્યાયાધીશ જૉયમાલ્યા બાગચી અને ન્યાયાધીશ વિપુલ એમ. પંચોલીની બનેલી બેન્ચ બંગાળમાં SIR સંબંધિત કેસોની સુનાવણી કરી રહી છે. 

special intensive revision sir west bengal election commission of india supreme court national news news