અમેરિકાએ ૪ મેથી ભારતના પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો

02 May, 2021 08:13 AM IST  |  Washington | Agency

દેશમાં કોવિડ કેસમાં થઈ રહેલા અસાધારણ વધારા અને કોવિડના મલ્ટિપલ વેરિયન્ટ્સની હાજરીને ધ્યાનમાં રાખતાં અમેરિકાએ ૪ મેથી ભારતમાંથી પ્રવાસ કરનારા પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો હોવાનું વાઇટ હાઉસે જણાવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોવિડ કેસમાં થઈ રહેલા અસાધારણ વધારા અને કોવિડના મલ્ટિપલ વેરિયન્ટ્સની હાજરીને ધ્યાનમાં રાખતાં અમેરિકાએ ૪ મેથી ભારતમાંથી પ્રવાસ કરનારા પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો હોવાનું વાઇટ હાઉસે જણાવ્યું હતું. સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શનની સલાહને પગલે તાત્કાલિક ધોરણે ભારતથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હોવાનું વાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી જેન સાકીએ શુક્રવારે જણાવ્યું હતું.અમેરિકા ઉપરાંત, બ્રિટન, ઑસ્ટ્રેલિયા, સિંગાપોર અને યુએઈ જેવા દેશોએ પણ કોરોના વાઇરસના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને ભારત જવા અને આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાએ ૨૯ એપ્રિલે તેના નાગરિકોને ભારતના પ્રવાસે ન જવા તેમ જ ભારતમાં હોય તો સુરક્ષિતપણે ભારત છોડી પાછા ફરવાની સલાહ આપી હતી. 

united states of america coronavirus covid19 international news washington