કોરોનાનું સંક્રમણ હવાથી ફેલાય છે : અમેરિકી સેન્ટરનો દાવો

10 May, 2021 01:58 PM IST  |  Washington | Agency

હવામાં તરતા રેસ્પિરેટરી ફ્લ્યુઇડ્ઝ (શ્વસન દ્રવ્ય) શ્વાસ વાટે નીકળતા અત્યંત સૂક્ષ્મ છાંટા અને એરોસોલ કણ – જેમાં વાઇરસ મોજૂદ હોય તે કોરોનાથી સંક્રમિત થવા પાછળનું મુખ્ય કારણ છે

પ્રતીકાત્મક તસવીર- મિડ-ડે

હવામાં તરતા રેસ્પિરેટરી ફ્લ્યુઇડ્ઝ (શ્વસન દ્રવ્ય) શ્વાસ વાટે નીકળતા અત્યંત સૂક્ષ્મ છાંટા અને એરોસોલ કણ – જેમાં વાઇરસ મોજૂદ હોય તે કોરોનાથી સંક્રમિત થવા પાછળનું મુખ્ય કારણ છે, તેમ યુએસ સેન્ટર્સ ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ જણાવ્યું હતું. લોકો ઉચ્છવાસ કાઢતી વખતે – અર્થાત્ શાંતપણે શ્વાસ લેતી વખતે, બોલતી વખતે, ગાતી વખતે, કસરત કરતી વખતે, ખાંસી કે છીંક ખાતી વખતે છાંટાના સ્વરૂપમાં રેસ્પિરેટરી ફ્લ્યુઇડ હવામાં છોડે છે. 

વિશાળ છાંટા ગણતરીની સેકન્ડ્ઝ કે મિનિટોમાં નીચે ફેંકાય છે, પરંતુ સૂક્ષ્મ છાંટા મિનિટોથી કલાકો સુધી હવામાં તરતા રહે છે. આ છાંટામાં વાઇરસ મોજૂદ હોય છે અને સંક્રમણ ફેલાય છે, તેમ એજન્સીએ કોવિડ-19 પરની તેની જાહેર માર્ગદર્શિકાના ભાગરૂપે તાજેતરની યાદીમાં જણાવ્યું હતું.

international news united states of america coronavirus covid19