અમેરિકામાં કોવિડ-વિરોધી વૅક્સિન 10 કરોડ લોકોને અપાઈ, કેસ ઘટ્યા

03 May, 2021 03:09 PM IST  |  America | Agency

અમેરિકામાં ૧૦ કરોડ લોકોને એન્ટિ કોવિડ વૅક્સિન અપાઈ અને નવા દરદીઓની સંખ્યા ગયા ઑક્ટોબર મહિનાથી અત્યાર સુધીમાં સૌથી ઓછી નોંધાઈ હોવાથી એ દેશ રોગચાળાથી મુક્તિની દિશામાં મહત્ત્વના તબક્કે પહોંચ્યો હોવાનું મનાય છે.

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં ૧૦ કરોડ લોકોને એન્ટિ કોવિડ વૅક્સિન અપાઈ અને નવા દરદીઓની સંખ્યા ગયા ઑક્ટોબર મહિનાથી અત્યાર સુધીમાં સૌથી ઓછી નોંધાઈ હોવાથી એ દેશ રોગચાળાથી મુક્તિની દિશામાં મહત્ત્વના તબક્કે પહોંચ્યો હોવાનું મનાય છે. વૅક્સિનેશનને કારણે અમેરિકાને કોરોના સામેની લડતમાં ઘણી સફળતા મળી હોવાનું ચેપી રોગો અને રોગચાળા તેમ જ સાર્વજનિક આરોગ્યના નિષ્ણાતો અને સંશોધનકારો માને છે. 

યુએસ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના આંકડા પ્રમાણે અમેરિકાની ૩૪ ટકાની વસતીએ કોરોના ઇન્ફેક્શનના અનુભવો દ્વારા અમુક પ્રમાણમાં એ વાઇરસના પ્રતિકારકની ક્ષમતા કેળવી લીધી છે. એ દેશના ૪૩ ટકા લોકોએ એન્ટિ કોવિડ વૅક્સિનનો પહેલો ડોઝ અને એક તૃતીયાંશ વસતીએ બન્ને ડોઝ લીધા છે. તેથી ઇઝરાયલ જેવા દેશોની માફક અમેરિકા પણ કોરોના ઇન્ફેક્શન્સના વ્યાપના આંકડા સાવ ઘટી જાય એવી ધારણા નિષ્ણાતો રાખે છે.    

washington united states of america coronavirus covid19 international news