19 June, 2026 09:42 PM IST | Rome | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
ફ્રાન્સમાં આયોજિત G7 સમિટ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અને ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચે થયેલી ટૂંકી મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને વિવાદમાં આવ્યો છે. આ વીડિયોમાં સમિટના સ્વાગત સમારોહનો હતો, જ્યાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વિવિધ વિશ્વ નેતાઓનું સ્વાગત કર્યું હતું. વાયરલ વીડિયોમાં, મેલોની ઝેલેન્સકીનું સ્વાગત કરવા માટે નજીક આવતા જોવા મળે છે. જોકે આ દરમિયાન ઝેલેન્સકી મેલોનીના એકદમ નજીક આવી જાય છે અને લગભગ તેમની વચ્ચે કિસ થઈ જાત. એવા અહેવાલ છે કે આ પ્રકારની `Cheek-to-Cheek Kiss` યુરોપિયન દેશોમાં એક સામાન્ય રાજદ્વારી રિવાજ માનવામાં આવે છે. છતાં, આ વીડિયો પર સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, મેલોની અને ઝેલેન્સકી એકબીજાને મળવા માટે નજીક આવે છે. ત્યારબાદ, કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે એવું લાગતું હતું કે ઝેલેન્સકીએ મેલોનીને હોઠ પર કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. વાયરલ વીડિયોમાં, મેલોની એક ક્ષણ માટે ગભરાઈ જાય છે અને એકદમથી પાછળ હટી જાય છે. આ ચોક્કસ ક્ષણે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે, યુઝર્સે વીડિયોના વિવિધ પાસાઓની ચર્ચા કરી રહ્યા છે. જોકે, અટકળો અંગે સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
G7 સમિટમાં વિશ્વના સાત મુખ્ય વિકસિત અર્થતંત્રો અમેરિકા, કૅનેડા, યુકે, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને જાપાનના નેતાઓએ ભાગ લીધો હતો. અનેક ભાગીદાર દેશોના પ્રતિનિધિઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. સમિટમાં મધ્ય પૂર્વ અને યુક્રેન, વૈશ્વિક આર્થિક સ્થિરતા, ઉર્જા સુરક્ષા, AI, ક્લાઇમેટ ચેન્જ અને પુરવઠા ચેઇન મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી.
સમિટ દરમિયાન, વોલોડીમીર ઝેલેન્સકીએ વિશ્વના નેતાઓને યુક્રેનને લશ્કરી, આર્થિક અને રાજદ્વારી સમર્થન આપવાનું શરૂ રાખવા વિનંતી કરી. તેમણે રશિયા સામે કડક પ્રતિબંધોને જાળવવા, હવાઈ સંરક્ષણ સહાય પૂરી પાડવા અને આંતરરાષ્ટ્રીય દબાણ જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે યુક્રેન માટે સમર્થનમાં કોઈપણ ઘટાડાનો લાભ રશિયા લઈ શકે છે. તેમણે પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રો વચ્ચે વધુ સહકારની જરૂરિયાત પર પણ પ્રકાશ પાડ્યો. દરમિયાન, સ્વાગત સમારંભનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આ સાથે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધએ પણ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે અને તે હવે વધી રહ્યું છે.