'ફાઈન્ડિંગ નેમો'ના સ્ટોરી આર્ટિસ્ટ રૉબ ગિબ્બસનું નિધન

01 May, 2020 06:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

'ફાઈન્ડિંગ નેમો'ના સ્ટોરી આર્ટિસ્ટ રૉબ ગિબ્બસનું નિધન

રૉબ ગિબ્બસ

2020નું વર્ષ ખરેખર ખરાબ સાબિત થઈ રહ્યું છે. એક બાજુ કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધતો જ જાય છે ત્યાં બીજી બાજુ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી એક પછી એક દિગ્ગજોને ગુમાવી રહી છે. ઈરફાન ખાન અને ઋષિ કપૂર બાદ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના વધુ એક કલાકારનું મૃત્યુ થયું છે. સ્ટોરી બોર્ડ આર્ટિસ્ટ, લેખક અને ડાયરેક્ટર રૉબ ગિબ્બસનું 55 વર્ષની વયે અવસાન થયું છે. રૉબ ગિબબ્સે 'ટૉય સ્ટોરી 2', 'વૉલ-ઈ', 'ઈનસાઈડ આઉટ', 'ફાઈન્ડિંગ નેમો' વગેરે ફિલ્મોમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

ગિબ્બસે પિક્સરમાં 20 વર્ષથી વધુ કામ કર્યું છે. મૃત્યુ પામ્યો તે સમયે 'હંપ' નામની થ્રીડી ફિલ્મનું કૉ-ડાયરેક્શન કરતો હતો અને તેના પ્રી પ્રોડક્શનનું કાર્ય પણ સંભાળતો હતો. હજી સુધી તેના મૃત્યુનું ચોક્કસ કારણ ખબર નથી પડી.

રૉબ ગિબ્બસનો જન્મ કેલિર્ફોનિયામાં થયો હતો. નાનાપણથી જ તેને કાર્ટુન અને એનિમેશન ફિલ્મોમાં રસ હતો. બાળક તરીકે તેને લુની ટુન્સ અને પોપાય કાર્ટુનમાંથી પ્રેરણા મળતી હતી. પિક્સર સાથેના તેના સફરની શરૂઆત વર્ષ 1998ના ફેબ્રુઆરી મહિનાથી 'ટૉય સ્ટોરી 2' ના સ્ટોરી બોર્ડ આર્ટિસ્ટ તરીકે થઈ હતી. તેને એક દિકરી છે જે અનેક પ્રોજેક્ટમાં અવાજ પણ આપે છે.

ગિબ્બસના મૃત્યુથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીને બહુ આઘાત લાગ્યો છે.

entertainment news international news hollywood news