પાકિસ્તાનને અમેરિકાની લપડાક, ભારત-પાકિસ્તાન શાંતિ માટે ગણાવ્યું ખતરો

08 June, 2019 06:23 PM IST  |  વૉશિંગ્ટન

પાકિસ્તાનને અમેરિકાની લપડાક, ભારત-પાકિસ્તાન શાંતિ માટે ગણાવ્યું ખતરો

પાકિસ્તાનને અમેરિકાની લપડાક

ફરી એકવાર પાકિસ્તાનને અમેરિકા તરફથી કડક ચેતવણી મળી છે. પાકિસ્તાન ભલે ભારત સાથે શાંતિ વાર્તા કરવાનો દેખાવ કરી રહ્યું હોય, પરંતુ પાકિસ્તાનના આ નાટકને અમેરિકા સારી રીતે સમજી ચુક્યું છે. અમેરિકાના વ્હાઈટ હાઉસે પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપતા, પાકિસ્તાનને, ભારત પાકિસ્તાન શાંતિ વાર્તા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યું છે.

સમાચાર એજન્સી PTI સાથેની વાતચીતમાં વ્હાઈટ હાઉસના એક અધિકારીએ કહ્યું કે, પાકિસ્તાને આતંકીઓ સામે કડક પગલા લેવા પડશે. પાકિસ્તાને અત્યાર સુધીમાં પોતાના ઘરમાં  રહેલા આતંકીઓ સામે કોઈ મજબૂત પગલા નથી લીધા. જ્યાં સુધી પાકિસ્તાન આ આતંકી સંગઠનોની સામે કડક એક્શન નથી લેતું ત્યાં સુધી, ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ વાર્તા ન થઈ શકે.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનને વડાપ્રધાન ઈમરાન ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીને સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ઈમરાન ખાને વડાપ્રધાન મોદી સાથે કશ્મીર સહિતાના મહત્વના મુદ્દાઓ પર વાતચીતની રજૂઆત કરી છે.

પોતાની ચિઠ્ઠીમાં ઈમરાન ખાને વડાપ્રધાન મોદીને ફરી સત્તામાં આવવા પર શુભેચ્છા આપી છે. તેમણે પોતાની ચિઠ્ઠીમાં દિલ્હી અને ઈસ્લામાબાદ વચ્ચે વાતચીતની રજૂઆત કરતા તમામ જરૂરી મુદ્દાઓ જેવા કે કશ્મીરને હલ કરવાની વાત કરી છે. ઈમરાન ખાને વધુમાં કહ્યું કે બંને દેશો વચ્ચે વાતચીત જ એકમાત્ર ઉપાય છે, જેનાથી બંને દેશોના લોકોની ગરીબી દૂર થઈ શકે. ઈમરાને કહ્યું કે ક્ષેત્રીય વિકાસ માટે સાથે મળીને કામ કરવું મહત્વનું છે.

આ પણ વાંચોઃ USએ H1-B વીઝા આપવાની સંખ્યામાં ઘટાડો કર્યો, તો નાગરીકતા આપવાની સંખ્યા વધી

ભારતે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાનની સાથે આતંકવાદ અને વાતચીત એકસાથે ન થઈ શખતે. વિદેશ મંત્રાલયે સાફ કરી દીધું છે કે બિશ્કેકમાં થનારી શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં વડાપ્રધાન મોદી અને ઈમરાન ખાન વચ્ચે કોઈ જ વાત નહીં થાય.

donald trump imran khan narendra modi