Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > USએ H1-B વીઝા આપવાની સંખ્યામાં ઘટાડો કર્યો, નાગરીકતા આપવાની સંખ્યા વધી

USએ H1-B વીઝા આપવાની સંખ્યામાં ઘટાડો કર્યો, નાગરીકતા આપવાની સંખ્યા વધી

06 June, 2019 09:54 PM IST | મુંબઈ

USએ H1-B વીઝા આપવાની સંખ્યામાં ઘટાડો કર્યો, નાગરીકતા આપવાની સંખ્યા વધી

US Citizenship

US Citizenship


ભારત અને અમેરીકાના સબંધો છેલ્લા ઘણા સમયથી સારા બનતા જાય છે. ખાસ કરીને મોદી સરકારના આવ્યા બાદ તેમા ઘણો સુધારો થયો છે. જોકે તેમ છતાં અમેરિકાએ છેલ્લા ઘણાં સમયથી ઈમિગ્રેશન નિયમોને મુશ્કેલ બનાવી દીધા છે. US સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસ (યુએસીઆઈએસ)ના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે 2017ની સરખામણીએ 2018માં સરકારે 10% H1-B વીઝા ઓછા ઈશ્યૂ કર્યા છે. ગ વર્ષે કુલ 3,35,000 H1-B વીઝાને મંજૂરી આપવામાં આવી. જ્યારે વર્ષ 2017 ની વાત કરીએ તો તેની સંખ્યા 3,73,400 હતી. મહત્વની વાત એ છે કે H1-B વીઝા માટે સૌથી વધારે ભારતીયો દ્વારા અરજી કરવામાં આવે છે.


US ની નાગરીગતા આપવાની સંખ્યામાં વધારો થયો



તો બીજી તરફ ટ્રમ્પ પ્રશાસને નાગરિકતા આપવાની સંખ્યામાં વધારો કર્યો છે. 2017માં 7,07,265ની સરખામણીએ 2018માં 8,50,000 લોકોને અમેરિકાની નાગરિકતા આપવામાં આવી છે. આ છેલ્લાં પાંચ વર્ષમાં આ સૌથી મોટો આંક છે. આ સિવાય ગયા વર્ષે અંદાજે 11 લાખ ગ્રીન કાર્ડ પણ ઈશ્યૂ કરવામાં આવ્યા છે.


 

પ્રશાસન અરજીને સરળતાથી મંજૂરી નથી આપી રહ્યું


અમેરિકામાં કામ કરવા માટે ભારત અને ચીન સહિત અન્ય દેશોના હાઈ સ્કિલ્ડ કર્મચારીઓમાં H1-B વીઝાની માંગ ઘણી વધારે હોય છે. પરંતુ 2017માં તેનો મંજૂરી દર અંદાજે 93% હતો જ્યારે 2018માં તે ઘટીને 85% થયો હતો. એટલેકે બે વર્ષ પહેલાં 100 અરજીમાંથી 93 મંજૂર થતી હતી તે રેશિયો ઘટીને હવે 85 અરજી મંજૂર કરવામાં આવે છે.


ચાલુ વર્ષે વીઝા મંજુર કરવાની સંખ્યા ઘટી

અમેરીકાની મર્કરી ન્યૂઝ ચેનલને આપવામાં આવેલા ઈન્ટરવ્યુમાં ઈમિગ્રેશ પોલીસી ઈન્સ્ટિટ્યૂટના વિશ્લેષક સારા પિયર્સે કહ્યું છે કે, ટ્રમ્પ પ્રશાસન H1-B કાર્યક્રમને દબાવવા માટે આક્રમક રીતે યોજનાઓ લાગુ કરી રહી છે. તેમના આ પ્રયત્નો હવે આંકડાઓમાં પણ દેખાઈ રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ નાણાકીય વર્ષના પહેલાં છ મહિનામાં H1-B વીઝાની મંજૂરીમાં ઘટાડો જોવા મલ્યો છે. નાણાકીય વર્ષ 2018ના 85 ટકાની સરખામણીએ આ વર્ષે માર્ચના અંત સુધીમાં 79% વીઝા અરજીને મંજૂરી આપવામાં આવી છે.

 

ભારતમાંથી H1-B વીઝાની અરજી સૌથી વધારે હોય છે

ટ્રમ્પ પ્રશાસને H1-B વીઝાની અરજીની ફી વધારવાનો પ્રસ્તાવ મુક્યો છે. જુલાઈ 2017માં આવેલા એક રિપોર્ટ પ્રમાણે H1-B માટે સૌથી વધારે ભારતીયો અરજી કરે છે. ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટ પ્રમાણે 2007થી 2017 સુધીમાં 22 લાખ ભારતીયોએ H1-B માટે અરજી કરી છે. ત્યારપછી ચીનનો નંબર આવે છે. અહીંતી 3 લાખ અરજી આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

06 June, 2019 09:54 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK