આ બ્રહ્માંડમાં એકલા નથી આપણે, કોઈએ આપણને શોધી લીધા છે!

22 September, 2019 02:56 PM IST  |  મુંબઈ

આ બ્રહ્માંડમાં એકલા નથી આપણે, કોઈએ આપણને શોધી લીધા છે!

આ બ્રહ્માંડમાં એકલા નથી આપણે..

બ્રહ્માંડમાં આપણે એકલા જ છે, એ માત્ર આપણો વહેમ હોઈ શકે છે. આવું કહેવાના અનેક કારણો છે. કદાચ કોઈ એવું છે જેણે આપણને શોધી લીધા છે અને આપણ તેનાથી અજાણ છે. સૌથી પહેલું અને મોટું કારણ એ છે કે અનેક વાર આવા પ્રકારની વસ્તુઓ જોવામાં આવી છે જેનો સંબંધ પૃથ્વી સાથે નથી. આ સિવાય આ મહિને ચીનના સૌથી મોટા ટેલિસ્કોપે પણ ઉંડા બ્રહ્માંડમાંથી આવેલા કેટલાક અજીબ સિગ્નલની જાણકારી આપી હતી. જો કે આ તમામ બાબતો પર હજી વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે, પરંતુ એ વાતનો તમામ માને છે કે આ બ્રહ્માંડમાં આપણે એકલા નથી.

ત્રણ વીડિયો જાહેર
ડિસેમ્બર 2017 અને માર્ચ 2018માં ન્યૂયૉર્ક ટાઈમ્સે ત્રણ વીડિયો જાહેર કર્યા હતા. આ વીડિયોનો સંબંધ આ અપરિચિત વસ્તુઓ સાથે જ હતો. આ વીડિયોમાં યૂએસ નેવી પાયલટે દૂર આકાશમાં કેટલીક અજીબો ગરીબ વસ્તુઓને ઉડતી જોય હતી. તેની ઝડપ એટલી હતી કે તેનો પીછો કરી શકવું અસંભવ હતું. જો કે તો પણ હવામાં ઉડતી આ વસ્તુમાં ન તો કોઈ બળતણ, ન એન્જિન કે ન પાંખ હોવાની વાત સામે આવી હતી. આ કોઈ હાઈટેક ડ્રોન હતું કે બીજું કાંઈ તેનો અંદાજ પાયલટને પણ નહોતો. આ વિશે ક્યારેય કોઈ વિગતો પણ નથી આપવામાં આવી.

હાલમાં જ એક ઈંટેલિજન્સ ન્યૂઝ વેબસાઈટ બ્લેક વૉલ્ટે ડેપ્યુટી ચીફ ઑફ નેવી ઑપરેશન્સ ફૉર ઈન્ફૉર્મેશન વૉરફેરના પ્રવક્તાએ માન્યું કે નેવીએ આ ત્રણેય વીડિયોમાં જોવા મળતી અજીબ વસ્તુને એક ક્રાફ્ટ અથવા અનઆઈડેન્ટિફાઈ એરિયલ ફિનોમિના તરીકે લીધું છે. તેનો સીધો અર્થ એ છે કે આકાશમાં જે વસ્તુઓ આ ત્રણેય વીડિયોમાં જોવા મળી હતી તે સાચી હતી. તમને જણાવી દઈએ કે આવી ઘટના 2004 અને 2015માં પણ સામે આવી હતી.

આ પણ જુઓઃ એવી તસવીરો જે અભિનેત્રીઓ ક્યારેય જોવાનું નહીં કરે પસંદ....

કોઈ સ્ટેટમેન્ટ નહીં
જો કે જ્યારે યૂએફઓ જેવી કોઈ વસ્તુ દેખાવાની ઘટના સામે આવી હતી ત્યારે પણ કોઈ નિવેદન નહોતું જાહેર કરવામાં આવ્યું. જે ત્રણ વીડિયો રીલિઝ કરવાની વાત કરવામાં આવી રહી છે તેને રીલિઝ કરતા પહેલા પેન્ટોગોનના એક પૂર્વ અધિકારીઓ રક્ષા મંત્રાલય પાસે મંજૂરી માંગી હતી. તેમનો હેતુ એ હતો કે આ વીડિયો બીજા દેશની સરકારને મોકલવામાં આવે જેથી તેમના ડેટાબેઝમાં આવા પ્રકારની ઘટનાઓ અને આંકડાઓ રહે. 2004માં જોવા મળેલા યૂએફઓની વાત કરીએ તો તે અચાનક 8, 000 ફૂટની ઉંચાઈએ દેખાયું હતું.

world news hatke news