પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો હજીયે સક્રિય, ફન્ડ ઉઘરાવી રહ્યા છેઃ US

03 November, 2019 11:27 AM IST  |  વૉશિંગ્ટન

પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો હજીયે સક્રિય, ફન્ડ ઉઘરાવી રહ્યા છેઃ US

પ્રતિકાત્મક તસવીર

અમેરિકાના વિદેશ વિભાગે કન્ટ્ર રિપોર્ટ ઑન ટેરરિઝમ ૨૦૧૮ જાહેર કર્યો હતો. આ રિપોર્ટ મુજબ પાકિસ્તાન પોતાની ધરતી પર આતંકવાદીઓને ફંડિગ, ભરતી અને તેની તાલીમ રોકવામાં નિષ્ફળ ગયું છે. રિપોર્ટમાં પાકિસ્તાનને અફઘાન તાલિબાન અને હક્કાની નેટવર્ક માટે સુરક્ષિત આશ્રયદાતા પણ ગણાવ્યું છે. આ ક્ષેત્રના રાજકીય નેતાઓ તાલિબાનને ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યા છે.
રિપોર્ટમાં વધુમાં જણાવ્યા મુજબ આતંકવાદી સંગઠનોએ બલુચિસ્તાન અને સિંધ પ્રાંતમાં સરકારી, બિન-સરકારી સંગઠનો અને ડિપ્લોમેટિક મિશનોને સતત નિશાન બનાવ્યા છે. આતંકી સંગઠન પાકિસ્તાન ઉપરાંત પાડોશી દેશોમાં પણ હુમલાને અંજામ આપી રહ્યા છે.
જુલાઈ ૨૦૧૮માં જમાત-ઉદ-દાવાના સર્વેસર્વા અને મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈની રાજકીય પાર્ટી મિલ્લી મુસ્લિમ લીગ (એમએમએલ) ઊભી કરીને ચૂંટણી લડ્યો હતો. તેના અંગે રિપોર્ટમાં જણાવાયું છે કે લશ્કર-એ-તોઈબા, જૈશ-એ-મોહમ્મદ અને જમાત-ઉદ-દાવાને ભંડોળ ઉપલબ્ધિમાં સતત વધારો થયો છે. પાકિસ્તાન સરકાર આના પર લગામ લગાવવામાં નિષ્ફળ પુરવાર થઈ છે.

આ પણ જુઓઃ મિત્ર ગઢવીની આગામી ફિલ્મનું શૂટ થયું પૂર્ણ, જાણો ફિલ્મ વિશે બધું જ તસવીરો સાથે....

ટેરર ફન્ડિંગ અને મની લોન્ડરિંગ પર નજર રાખતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાઇનેન્શિયલ એક્શન ટાસ્ટ ફોર્સ (એફએટીએફ)એ પાકિસ્તાનને જૂન ૨૦૧૮માં ગ્રે-લિસ્ટમાં મૂક્યું હતું. પાકિસ્તાનને ૨૭ મુદ્દા પર કામગીરી કરવા માટે ૧૫ મહિનાની ડેડલાઈન આપવામાં આવી હતી જે સપ્ટેમ્બરમાં પૂર્ણ થઈ હતી. ત્યારબાદ એફએટીએફે ઑક્ટોબરમાં પાકિસ્તાનને ચીન, મલેશિયા અને ઈન્ડોનેશિયાના સમર્થન બાદ ટેરર ફન્ડિંગ રોકવા ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીનો વધારાનો સમય
અપાયો હતો.

united states of america pakistan