વડા પ્રધાન મોદી માટે અમેરિકાના નવા પ્રેસિડેન્ટે કહ્યું આ...

18 November, 2020 04:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વડા પ્રધાન મોદી માટે અમેરિકાના નવા પ્રેસિડેન્ટે કહ્યું આ...

ફાઈલ ફોટો

અમેરિકાના નવા પ્રેસિડેન્ટ જો બાઈડને (Joe Biden) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના ભારોભાર વખાણ કર્યા છે.

પ્રેસિડેન્ટ બાઈડને કહ્યું હતું કે, આર્થિક પડકારો, કોરોના મહામારી સહિતના તમામ મુદ્દે તેઓ વડા પ્રધાન મોદી સાથે કામ કરવાને લઈને ભારે ઉત્સુક છે.

ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ આ પહેલી વાતચીત હતી. બાઈડનના સત્તા હસ્તાંતરણ દળે આ જાણકારી આપી.  બાઈડેન અને કમલા હેરિસના સત્તા હસ્તાંતરણ દળે જણાવ્યું હતું કે, તેઓ કોરોના મહામારીથી બહાર આવવા અને ભવિષ્યમાં આવનારા સ્વાસ્થ્ય સંકટોથી બચવાની તૈયારી કરવા, જળવાયુ પરિવર્તનના જોખમને પહોંચી વળવા, વૈશ્વિક અર્થવ્યવસ્થાને પુર્નબહાલી માટે પગલાં ભરવા, દેશમાં તથા વિદેશોમાં લોકતંત્રને મજબૂત કરવા તથા એક સુરક્ષિત અને સમૃદ્ધ હિન્દ-પ્રશાંત ક્ષેત્રને જાળવી રાખવા સહિતના તમામ સંયુક્ત વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છે.

બંને નેતાઓ વચ્ચે થયેલી વાતચીત બાદ બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ બાઈડેને મોદીની શુભેચ્છાઓ માટે તેમનો આભાર વ્યક્ત કર્યો અને દક્ષિણ એશિયાઈ મૂળના પહેલા ઉપરાષ્ટ્રપતિ સાથે મળીને અમેરિકા અને ભારત વચ્ચે રણનીતિક ભાગીદારીને ગાઢ કરવા અને તેને વિસ્તાર આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ગઈ કાલે પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે ફોન પર વાત કરીને તેમને શુભેચ્છા પાઠવી. અમે ભારત-અમેરિકા રણનીતિક ભાગીદારી પ્રત્યે પ્રતિબદ્ધતા દોહરાવી અને કોવિડ 19 મહામારી, જળવાયુ પરિવર્તન તથા ભારત-પ્રશાંત વિસ્તારમાં સહયોગ પર જોઈન્ટ પ્રાથમિકતાઓ અને પડકારો પર ચર્ચા કરી.

પીએમ મોદીએ અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, તેમની સફળતા ભારતીય અમેરિકન સમુદાય માટે ગર્વ અને પ્રેરણાદાયક વાત છે. આ સમુદાય ભારત-અમેરિકા સંબંધોની મજબૂતાઈનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે.  

narendra modi joe biden international news