ભારત-ચીન સંબંધો પર અમેરિકાનું આ નિવેદન-'ચીન પોતાના પાડોશી દેશો સાથે...'

22 May, 2020 05:30 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ભારત-ચીન સંબંધો પર અમેરિકાનું આ નિવેદન-'ચીન પોતાના પાડોશી દેશો સાથે...'

ડોનાલ્ડ ટ્ર્મ્પ

ભારતના પોતાના ક્ષેત્રમાં ચીનની ઘુસપેઠના વિરોધ બાદ અમેરિકાના શીર્ષ રાજનાયક દ્વારા સમર્થન થયા પછી હવે વ્હાઇટ હાઉસે ગુરુવારે કહ્યું કે ચીન ભારત સહિત પોતાના પાડોશી દેશો સાથે ભડકાઉં અને બળપૂર્વ સૈન્ય તેમજ અર્ધસૈન્ય ગતિવિધિયોમાં સામેલ છે. વ્હાઇટ હાઉસે એક રિપોર્ટમાં કહ્યું કે, "બીજિંગ પીળું સાગર, પૂર્વ તથા દક્ષિણ ચીન સાગર, તાઈવાન જલડમરૂમધ્ય અને ચીન-ભારત સીમા વિસ્તારોમાં ભડકાઉ અને બળપૂર્વક સૈન્ય તથા અર્દ્ધસૈન્ય ગતિવિધિઓમાં સામેલ થઈને પોતાના પાડોશીઓ સાથે કરવામાં આવેલી પ્રતિબદ્ધતાઓનું ઉલ્લંઘન કરે છે તથા પોતાના નિવેદન થકી વિરોધાભાસી વલણ અપનાવે છે."

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "કારણકે ચીનની તાકાત વધી છે તો તે પોતાના હિત માટે જે જોખમ માનવામાં આવે છે તેને ખતમ કરવા તથા વૈશ્વિકરૂપે કૂટનૈતિક ઉદ્દેશોમાં ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની ધમકી આપવા અને બળનો ઉપયોગ કરવાની ઇચ્છા તેમજ ક્ષમતા પ્રબળ થઈ છે."

હકીકતે ચીનસાથે જોડાયેલી ભારતની સીમા પર તણાવ દરમિયાન અમેરિકાએ નવી દિલ્હીનું સમર્થન કર્યું. એક શીર્ષ અમેરિકન રાજનાયકે બીજિંગ પર આરોપ મૂક્યો કે તે પોતાના અતિસક્રિય અને હેરાન કરનારા વ્યવહારથી યથાસ્થિતિને બદલવાના પ્રયત્નો કરે છે અને તેનો વિરોધ કરવો જોઈએ.

અમેરિકન વિદેશ વિભાગમાં દક્ષિણ તેમજ મધ્ય એશિયા બ્યૂરોની નિવર્તમાન પ્રમુખ એલિસ વેલ્સે બુધવારે સંવાદદાતા સંમેલનમાં કહ્યું, "મને લાગે છે કે સીમા પર જે તાણ છે તે એ વાતની યાદ એપાવે છે કે ચીને આક્રમક વલણ જાળવી રાખ્યું છે. પછી તે દક્ષિણ ચીન સાગર હોય, કે ભારત સાથે જોડાયેલી સીમા, અમે ચીન દ્વારા ભડકાઉ અને હેરાન કરનારા વ્યવહાર સતત જોઈ રહ્યા છીએ. આ વિશે પ્રશ્નો ઊભા કરે છે કે ચીન પોતાની વધતી શક્તિનો ઉપયોગ કેવી રીતે કરવા માગે છે."

વ્હાઇટ હાઉસે કહ્યું કે અમેરિકા ખુલ્લી અને મુક્ત વ્યવસ્થાના સિદ્ધાંતોનું સમર્થન કરવા માટે વિદેશી સહયોગીઓ, ભાગીદારો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સહકારી ભાગીદારી અને સકારાત્મક વિકલ્પ તૈયાર કરી રહ્યા છીએ.

ચીનની ૮૦૦ કંપનીઓને ડિલિસ્ટ કરવાના પ્રસ્તાવને અમેરિકાની સેનેટે મંજૂરી આપી

યુએસ અને ચીન વચ્ચે વેપારયુદ્ધ અને ઉત્તર કોરિયા પ્રકરણનાં વમળો શાંત થઈ રહ્યાં હતાં ત્યાં જ કોરોના નામના વાઇરસે વિશ્વની ટોચની બે મહાસત્તા વચ્ચે સુધરી રહેલા સંબંધોમાં ખટરાગ પેદા કર્યો છે. કોરોના મહામારી ફેલાવવા માટે ટ્રમ્પનું અમેરિકા અને સમગ્ર વિશ્વ માત્ર ચીનને જ જવાબદાર ઠેરવી રહ્યું છે.

કોરોના સામે સૌથી મોટો જંગ અમેરિકા લડી રહ્યું છે અને અમેરિકામાં જ સૌથી વધુ ખુમારી આ મહાવિનાશક વાઇરસે ફેલાવી છે. કોરોનાનો બદલો વાળવા માટે ટ્રમ્પે ચીન સાથે થયેલા પ્રથમ તબક્કાની વેપાર-સંધિ અટકાવી દીધી હતી અને ચીનની કંપનીઓ પર વધુ પ્રતિબંધ લાદવાની ચીમકી ઉચ્ચારી છે.

ચીનમાં યુએસ પેન્શન ફન્ડનું રોકાણ ગયા સપ્તાહે પાછું ખેંચ્યા બાદ બુધવારે રાત્રે ચીનની કંપનીઓને અમેરિકાના સ્ટૉક એક્સચેન્જ પરથી તગેડી મૂકવા માટે ટ્રમ્પની સરકારે કાયદો પસાર કર્યો છે.

યુએસ સેનેટે ચાઇનીઝ કંપનીઓના ડિલિસ્ટિંગનો મુસદ્દો બુધવારે મોડી રાતે પસાર થતાં સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર હચમચી ઊઠ્યું છે. અલીબાબા, બાઇડુ જેવી અંદાજે ૮૦૦ કંપનીઓને ફરજિયાત અમેરિકન બજારમાંથી ડિલિસ્ટ કરવાના પ્રસ્તાવને અમેરિકાની સેનેટે મંજૂરી આપી છે.

china india united states of america international news