ડ્રેગનને બમણો ઝટકો:ભારત બાદ હવે અમેરિકા પણ બૅન કરશે ટિકટૉક સહિત ચીની ઍપ

07 July, 2020 05:15 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ડ્રેગનને બમણો ઝટકો:ભારત બાદ હવે અમેરિકા પણ બૅન કરશે ટિકટૉક સહિત ચીની ઍપ

ટિકટૉક

લદ્દાખમાં હિંસક લડાઇને અંજામ આપનારા ચીનના ખરાબ દિવસો શરૂ થઇ ગયા છે. ભારત બાદ હવે અમેરિકા પણ ચાઇનીસઝ એપ્સને બૅન કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો (Mike Pompeo)એ સોમવારે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે અમે ટિકટૉક સહિત ચીનના બધાં સોશિયલ મીડિયા એપ પ્રતિબંધિત કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે.

પોમ્પિયોએ ફૉક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું, "છેલ્લો નિર્ણય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લેવાનો છે, પણ હું એટલું અવશ્ય કહી શકું છું કે અમે ચીની એપ્સ પર બૅન મૂકવા વિશે ગંભીરતાથી વિચાર કરી રહ્યા છીએ." નોંધનીય છે કે લદ્દાખ હિંસા બાદ ભારત સરકારે ટિકટૉક સહિત 59 ચાઇનીઝ એપ્સ પર બૅન મૂકી દીધો છે. એવામાં જો અમેરિકા પણ પ્રતિબંધ મૂકે છે તો આ ચીન માટે બમણાં ઝાટકા સમાન હશે.

ઑસ્ટ્રેલિયામાં પણ થશે કાર્યવાહી?
મળતી માહિતી પ્રમાણે, ઑસ્ટ્રેલિયામાં પણ ચાઇનીઝ ઍપ્સ પર પ્રતિબંધ મૂકવાની માગ થઈ રહી છે. જેથી આગામી દિવસોમાં જો અન્ય દેશો પણ આ અભિયાનમાં સામેલ થઈ જાય તો તેમાં કોઇ આશ્ચર્ય નહીં હોય કારણકે બીજિંગ અધિકાંશ દેશો માટે મુશ્કેલી બનેલ છે. ભારત ચીનને આર્થિક મોરચે માત આપવા માગે છે, એટલે સરકારે ઍપ પર બૅનની સાથે જ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. એક રિપોર્ટ પ્રમાણે, ભારતમાં ટિકટૉક પ્રતિબંધિત હોવાને કારણે ચાઇનીઝ કંપનીને લગભગ 6 અરબ ડૉલરનું નુકસાન થશે.

બીજી સૌથી મોટી માર્કેટ
અમેરિકા ટિકટૉકની બીજી સૌથી મોટી માર્કેટ છે. ત્યાં ટિકટૉકના 4.54 કરોડ યૂઝર છે જ્યારે ભારતમાં લગભગ 20 કરોડ યૂઝર હતા. એવામાં જો કોઇ અમેરિકન પ્રશાસન ભારતની જેમ આના પર બૅન મૂકે તો ચીનને મોટો ઝાટકો લાગી શકે છે. ભારત સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે બૅન કરવામાં આવેલા ચાઇનીઝ ઍપ્સ દ્વારા ઉપયોગકર્તાંઓની માહિતી એકઠી કરવામાં આવી રહી હતી અને આ દેશની સુરક્ષા માટે મોટું જોખમ બની ગઈ હતી. આ કાર્યવાહી બાદ ટિકટૉક દ્વારા સતત સ્પષ્ટતા કરવામાં આવી રહી છે. તેનું કહેવું છે કે ભારતીય યૂઝર્સનો ડેટા સિંગાપુરના સર્વરમાં સેવ થાય છે. ચીનની સરકારે ન તો ક્યારેય આ ડેટાની માગ કરી છે કે ન તો કંપની ક્યારેય આવા અનુરોધનો સ્વીકાર કરશે.

international news china united states of america india tiktok