અમેરિકામાં ચોંકાવનારી ઘટના! ડલ્લાસ મોટેલમાં ભારતીય મૂળના મેનેજરનું માથું કાપીને હત્યા

12 September, 2025 02:24 PM IST  |  Dallas | Gujarati Mid-day Online Correspondent

Indian-origin man beheaded in Dallas: ડલ્લાસ મોટેલમાં ભારતીય મૂળના મેનેજરનું છરીથી માથું કાપીને હત્યા; પત્ની અને પુત્રની સામે કાપી નાખ્યું ગળું; ઘટના સીસીટીવીમાં રેકોર્ડ

પ્રતીકાત્મક તસવીર

અમેરિકા (United States of America)માં એક ભારતીય મેનેજરની ક્રૂર હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તેના માલિકે નજીવી વાત પર તીક્ષ્ણ હથિયારથી તેનું માથું કાપી નાખ્યું અને પછી કપાયેલા માથાને લાત મારી દીધી. જ્યારે તે આનાથી સંતુષ્ટ ન થયો, ત્યારે તેણે માથું ઉપાડીને કચરાપેટીમાં ફેંકી દીધું. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જેના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ (Viral Video) થયા છે. અમેરિકાના ડલ્લાસ (Dallas) શહેરનો આ મામલો છે.

બુધવારે અમેરિકાના ટેક્સાસના ડલ્લાસમાં એક ૫૦ વર્ષીય ભારતીય મૂળના મોટેલ મેનેજરનું તેના સહકાર્યકર સાથેના વિવાદ બાદ ક્રૂરતાપૂર્વક માથું કાપી નાખવામાં આવ્યું હતું. આ હત્યા તેની પત્ની અને તેના ૧૮ વર્ષના પુત્રની સામે ધોળા દિવસે કરવામાં આવી હતી. મોટેલમાં કામ કરતા યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝ (Yordanis Cobos-Martinez) પર એક ભારતીયની હત્યા કરવાનો આરોપ છે. આ ઘટના બુધવારે બની હતી, જ્યારે મૂળ કર્ણાટક (Karnataka)ના રહેવાસી ૫૦ વર્ષીય ચંદ્ર નાગમલ્લાયા (Chandra Mouli `Bob` Nagamallaiah)એ યોર્ડાનિસનને તૂટેલી વોશિંગ મશીનનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી હતી.

યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝ ફક્ત એટલા માટે નારાજ હતો કારણકે, નાગમલ્લાહિયાએ તેમને આ સીધું કહ્યું નહીં, પરંતુ તેના બદલે બીજા કર્મચારીને તેમની સૂચનાઓનું ભાષાંતર કરવાનું કહ્યું. આરોપી ગુસ્સે થઈ ગયો અને તેણે નાગમલ્લાયા પર તીક્ષ્ણ હથિયારથી ઘણી વાર હુમલો કર્યો.

બચવા માટે, નાગમલ્લૈયા પાર્કિંગમાંથી ફ્રન્ટ ઓફિસ તરફ દોડવા લાગ્યા. નાગમલ્લૈયાની પત્ની અને પુત્રએ પણ કોબોસ-માર્ટિનેઝને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે તેમને ધક્કો મારીને દૂર કર્યા. ત્યારબાદ તેણે તીક્ષ્ણ હથિયારથી નાગમલ્લૈયાનું માથું કાપી નાખ્યું અને પછી તેને લાત મારી.

એટલું જ નહીં, પછી તેણે કપાયેલું માથું ઉપાડીને કચરાપેટીમાં ફેંકી દીધું. જ્યારે તે કચરાપેટીમાંથી બહાર આવી રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય કોન્સ્યુલેટે નાગમલ્લૈયાના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે. કોબોસ-માર્ટિનેઝનો ગુનાહિત રેકોર્ડ છે. તેની સામે વાહન ચોરી અને હુમલાના અનેક કેસ નોંધાયેલા છે.

પોલીસે પાછળથી પુષ્ટિ કરી કે, દલીલ તૂટેલા વોશિંગ મશીનને કારણે થઈ હતી. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેના પર મૃત્યુદંડનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેને બોન્ડ વિના રાખવામાં આવ્યો છે અને ફરિયાદીઓએ સંકેત આપ્યો છે કે, દોષિત ઠેરવવામાં આવે તો તેને પેરોલ વિના આજીવન કેદ અથવા મૃત્યુદંડની સજા થઈ શકે છે.

નોંધનીય છે કે, ચંદ્ર નાગમલ્લાયાના અંતિમ સંસ્કાર શનિવારે યોજાશે. તે મૂળ કર્ણાટકના હતો. પરિવારને અંતિમ સંસ્કાર ખર્ચ, દૈનિક જીવન ખર્ચ અને તેમના ૧૮ વર્ષીય પુત્રના શિક્ષણમાં મદદ કરવા માટે ભંડોળ એકત્ર કરવાની શરૂઆત કરવામાં આવી છે.

united states of america murder case Crime News dallas international news world news news