અહીં થયો નોટોનો વરસાદ, લોકોમાં લૂંટવા માટે મચી હોડ

12 July, 2019 04:07 PM IST  |  યૂએસ

અહીં થયો નોટોનો વરસાદ, લોકોમાં લૂંટવા માટે મચી હોડ

અહીં રસ્તા પર થયો પૈસાનો વરસાદ

દુનિયામાં ક્યાંક અતિવૃષ્ટિ થઈ રહી છે તો ક્યાંક અનાવૃષ્ટિ. પરંતુ અમેરિકાના એટલાન્ટામાં નોટોનો વરસાદ થયો. બન્યું એવું કે, અહીં એક હાઈવે પર નોટોથી ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો. અચાનક ટ્રકનો દરવાજો ખુલી ગયો અને લગભગ 1 કરોડ 19 લાખ(1, 75, 000 ડૉલર)ની નોટો ઉડીને રસ્તા પર ઉડવા લાગી. નોટોનો વરસાદ થતો જોઈ ત્યાંથી પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકોએ વાહન રોકીને રોકડ લૂંટવાનું શરૂ કરી દીધું.


ડાઉનવુડ પોલીસે આપેલી જાણકારી અનુસાર ઘટના મંગળવારની છે. આ નોટ જ્યારે ઉડી રહી હતી ત્યારે વેનમાં બેઠેલા લોકોને તેની ખબર પણ ન પડી અને 1 કરોડ 20 લાખની નોટો ઉડી ગઈ. પોલીસને ડ્રાઈવરે જણાવ્યું કે ગાડી ચલાવતા સમયે તેમની સાઈડનો દરવાજો ખુલી ગયો, જેનાથી અનેક નોટો ઉડી ગયો. જો કે અધિકારીઓ અને ટ્રકમાં હાજર ક્રૂ મેમ્બર્સે કેટલાક ડૉલર એકઠા કરી લીધા છે.

હવે પોલીસે લોકોને આ રોકડ રકમ પાછી આપવાની અપીલ કરી છે અને કહ્યું છે કે આ નોટો રાખવી ગેરકાનૂની છે. વીડિયોના આધારે પોલીસ લોકોની ઓળખ કરવાનો પણ પ્રયાસ કરી રહી છે. બે લોકો પાછી આપી પણ ચુક્યા છે. એક શખ્સે 1 લાખ 43 હજાર જ્યારે અન્ય એક શખ્સે 34 હજાર 196 રૂપિયા પાછા આપ્યા છે.

ટ્વિટ્ટર પર આ ઘટનાને લઈને લોકો જાત-જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલોક લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. તો કેટલાક લોકો ઘટના સ્થળે હાજર ન હોવાનો અફસોસ કરી રહ્યા છે. અને પોલીસ નોટ લૂંટનાર લોકોને શોધી રહી છે.

આ પણ વાંચોઃ 54 વર્ષે પણ પોતાની ખૂબસૂરતીથી ચાહકોને ઘાયલ કરે છે સંગીતા બિજલાણી

united states of america world news