એલઓસી પર ઘૂસણખોરોની મદદ કરવાને બદલે આતંકવાદીઓ પર કાર્યવાહી કરે પાક-યૂએસ

09 August, 2019 12:00 PM IST  |  વૉશિંગ્ટન

એલઓસી પર ઘૂસણખોરોની મદદ કરવાને બદલે આતંકવાદીઓ પર કાર્યવાહી કરે પાક-યૂએસ

અમેરિકાની પાકિસ્તાનને સલાહ

અમેરિકાએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ નાબૂદ કરવાના ભારત સરકારના નિર્ણયને આડકતરું સમર્થન આપ્યું છે. અમેરિકાએ ફરી એક વાર પાકિસ્તાનને ચેતવણી આપી છે કે તેઓ તેમની ભૂમિ પર શરણ લઈ રહેલા આતંકવાદીઓ અને આતંકવાદી સમૂહોની વિરુદ્ધ કાર્યવાહી કરે અને એલઓસી પર ઘૂસણખોરી કરનારાઓની મદદ ન કરે. અમેરિકા પહેલાં પણ અનેક વખત પાકિસ્તાનને આ વાત જણાવી ચૂક્યું છે. અમેરિકન હાઉસ ફૉરેન અફેર્સ કમિટી અને સેનેટ ફૉરેન રિલેશન કમિટીએ એક સંયુક્ત નિવેદનમાં આ વાત જણાવી હતી.
જોકે નિવેદનમાં ભારતને પણ સલાહ આપવામાં આવી છે કે ‘લોકશાહીમાં પારદર્શિતા અને રાજકીય ભાગીદારી સૌથી મહત્ત્વની છે. આશા છે કે ભારત સરકાર જમ્મુ-કાશ્મીરમાં આ વાતને ધ્યાનમાં રાખશે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. એથી આશા રાખવામાં આવે છે કે તમામ નાગરિકોને મહત્ત્વ મળશે અને તેમના અધિકારોની રક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત તેમને સભા અને માહિતીના અધિકાર મળે તેમ જ તેમને સુરક્ષાના અધિકાર મળે.’

આ પણ જુઓઃ તુલસીથી લઈને દયાબેન સુધી, એ ગુજરાતી કિરદારો જેણે લોકોના દિલ પર છોડી છે છાપ

 ત્યાં જ આર્ટિકલ-૩૭૦ હટાવવાના ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાન વ્યાકુળ છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને બુધવારે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સન અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે આ સંદર્ભે વાતચીત કરી હતી

donald trump imran khan pakistan united states of america