સગા દીકરાએ બાપને ઉતાર્યો મોતને ઘાટ, કારણ જાણીને રહી જશો હેરાન

28 September, 2019 06:25 PM IST  |  મુંબઈ

સગા દીકરાએ બાપને ઉતાર્યો મોતને ઘાટ, કારણ જાણીને રહી જશો હેરાન

પ્રતિકાત્મક તસવીર

યૂએસમાં એક દીકરાને તેના પિતાને મોતને ઘાટ ઉતારવા માટે 30 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આરોપી છે કે પિતાએ પોકેટ મનીમાં ઘટાડો કરતા પોતાના પિતાને મોતને ઘાટ ઉતારી દીધા. દીકરાનું નામ થૉમસ ગિલ્બર્ટ જુનિયર છે જ્યારે પિતાનું નામ થોમલ ગિલ્બર્ટ સીનિયર છે.

34 વર્ષિય દીકરાએ પોતાના પિતાની હત્યા 2015માં કરી હતી. આ દરમિયાન તેઓ પોતાના પિતા સાથે બહેસ કરી રહ્યા હતા કારણ કે તેમની પોકેટ મનીમાં કાપ મુકવામાં આવ્યો હતો. જણાવી દઈએ થે ગિલ્બર્ટ જુનિયરે પોતાને પાગલ ગણાવીને દોષી નહીં ઠેરવવાનો અનુરોધ કર્યો હતો, પરંતુ તેને અદાલતે ફગાવી દીધો. કારણ કે તેણે પોતાની મા, શેલીને પિતાન પર ગોળી ચલાવવા પહેલા કોકા કોલા અને સેન્ડવિચ લાવવા માટે મોકલી દીધી હતી.

કાર્યવાહી દરમિયાન થૉમસ ગિલ્બર્ટ જુનિયરે કોઈ પણ પ્રકારનો પસ્તાવો ન દેખાયો. જ્યારે ન્યાયાધીશે આ દાવાને ફગાવી દીધો તો તેની માતા રડવા લાગ્યા. જો કે જ્યારે આરોપીને સજા સંભળાવવામાં આવી ત્યારે તેની કોઈ ભાવનાત્મક પ્રતિક્રિયા સામે ન આવી.

જણાવી દઈએ કે આરોપીએ પોતાના પિતાના માથામાં ગોળી મારી. જૂનિયરને લગભગ 70, 000 રૂપિયા દર અઠવાડિયે મળતા હતા સાથે તેના એપાર્ટમેન્ટ માટે પણ અલગથી પેમેન્ટ મળતું હતું. તે ત્યારે ગુસ્સામાં આવ્યો જ્યારે તેના પિતાએ તેને કામ કરવા માટે કહ્યું અને અંતે પિતાએ પોતાનો ખર્ચ ઓછો કરવા માટે તેનો પોકેટમની ઓછી કરી દીધી.

આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

જો કે, મહત્વની વાત એ છે કે કોર્ટે દીકરાને પોતાના પિતાની હત્યાના મામલામાં 30 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તેને એક ગોળીના બદલે 5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.તેણે પિતાને 6 ગોળી મારી હતી એટલે તેને 30 વર્ષની સજા થઈ છે.

united states of america world news