UNનો પાકિસ્તાનને ફરી ઝટકો, કશ્મીર પર મધ્યસ્થીની અપીલ ઠુકરાવી

12 September, 2019 09:38 AM IST  |  સંયુક્ત રાષ્ટ્ર

UNનો પાકિસ્તાનને ફરી ઝટકો, કશ્મીર પર મધ્યસ્થીની અપીલ ઠુકરાવી

સંયુક્ત રાષ્ટ્રનો પાકિસ્તાનને ઝટકો

કશ્મીર મુદ્દે વારંવાર પોતાની બેઈજ્જતી કરાવી રહેલા પાકિસ્તાનને ફરી એકવાર ઝટકો લાગ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર(યૂએન)એ કશ્મીર પર મધ્યસ્થતાની પાકિસ્તાનની અરજી ઠુકરાવી દીધી છે.યૂએનનું કહેવું છે કે આ મુદ્દે તેમનું વલણ પહેલા જેવું જ છે અને તેમાં કોઈ ફેરફાર નથી થયો. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટેરેસે ભારત અને પાકિસ્તાન બંનેને આ મામલાને વાતચીત કરી હલ કરવાની અપીલ કરી હતી.

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારિકે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે એંટોનિયો ગુટેરેસે ભારત અને પાકિસ્તાનના બંને નેતાઓએ વાત કરી હતી. તેમને ગયા મહિને ફ્રાંસ જી-7 સંમેલન સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરકી હતી અને પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી સાથે વાત કરી હતી.    

વાતચીત કરવાની અપીલ
સોમવારે ગુટેરેસે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ મલીહા લોધીના અનુરોધ પર તેમની સાથે કશ્મીર મામલે મુલાકાત કરી હતી. દુજારિકે કહ્યુંકે તમામ માટે તેમનો સંદેશ ખાનગીકે જાહેર સ્તર પર એક જ રહ્યો છે. હું બંને પક્ષને વાત કરીને મામલાનું સમાધાન લાવવાની અપીલ કરું છું.

આ પણ જુઓઃ જીનિતા રાવલે 'સર્જનથી વિસર્જન'ની થીમ પર કરાવ્યું ફોટોશૂટ, જુઓ ફોટોઝ

જીનીવામાં પાકિસ્તાનને મળ્યો જવાબ
જીનીવામાં સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર સંઘટમાં ભારતે મંગળવારે જમ્મૂ કશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. જ્યારે પાકિસ્કાને તેને ગેરકાયદે ગણાવ્યું હતું. અને આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસની માંગ કરી હતી. જો કે તેનો તેને જવાબ મળી ગયો હતો.

united nations pakistan jammu and kashmir