યુક્રેને લૉજિસ્ટિક્સ હબ પર સંપૂર્ણ કન્ટ્રોલ મેળવ્યો

03 October, 2022 09:16 AM IST  |  Kyiv | Gujarati Mid-day Correspondent

તાજેતરના અઠવાડિયામાં આ યુદ્ધમાં યુક્રેનની આ સૌથી નોંધપાત્ર જીત છે

રશિયા-યુક્રેન યુદ્ધની ફાઇલ તસવીર

યુક્રેને ગઈ કાલે જણાવ્યું હતું કે પૂર્વમાં લૉજિસ્ટિક હબ લીમન પર એનો સંપૂર્ણપણે કબજો થઈ ગયો છે. તાજેતરના અઠવાડિયામાં આ યુદ્ધમાં યુક્રેનની આ સૌથી નોંધપાત્ર જીત છે.

રશિયાની આર્મી તરફથી ગઈ કાલે આ શહેરની સ્થિતિ બાબતે કોઈ નિવેદન આવ્યું નથી. રશિયાના સંરક્ષણ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, ઘેરાઈ જવાનું જોખમ ઊભું થઈ રહ્યું હોવાથી એ એરિયામાંથી દળોને પાછા ખેંચી રહ્યું છે. યુક્રેનના ચાર પ્રદેશોનો રશિયામાં વિલયની જાહેરાત બાદ રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન માટે આ ખૂબ જ મોટી પછડાટ છે. રશિયન ફોર્સિસે મે મહિનામાં યુક્રેન પાસેથી લીમન કબજે કર્યું હતું અને એનો લૉજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ હબ તરીકે ઉપયોગ કરતા હતા.

international news ukraine russia