આ ભાઈઓએ બનાવ્યો અનોખો વિશ્વ વિક્રમ, 119 કિમીની ઝડપે દોડવી રિક્શા

16 May, 2019 11:38 AM IST  |  યૂકે

આ ભાઈઓએ બનાવ્યો અનોખો વિશ્વ વિક્રમ, 119 કિમીની ઝડપે દોડવી રિક્શા

સૌથી તેજ ગતિએ ટુક ટુક દોડાવવાનો વિશ્વવિક્રમ

જનૂન કદાચ આને જ કહે છે. ઑટોરિક્શા ભારત, થાઈલેન્ડ જેવા દેશોમાં ભલે વધારે દેખાતી હોય. પરંતુ તેની સૌથી વધુ સ્પીડનો રેકોર્ડ બ્રિટેનમાં બન્યો છે. બ્રિટનના એસેક્સમાં રહેતા બિઝનેસમૅન મૅટ એવરાર્ડ અને રસેલ શેરમૅન નામના બે કઝિનભાઈઓએ સૌથી ઝડપથી થાઇલૅન્ડની ફેમસ ટુક ટુક રિક્ષા ચલાવવાનો રેકૉર્ડ બનાવ્યો છે.

આ કારનામું પાર પાડવા માટે તેમણે રિક્ષામાં કેટલાક મૉડિફિકેશન્સ પણ કર્યાં હતાં. મૅટે ઇ-બે સાઇટ પરથી જૂની ટુક ટુક રિક્ષા ખરીદી હતી અને પછી એમાં કેટલાક બદલાવ કર્યા હતા. ૧૮ લાખ રૂપિયા ખર્ચીને એમાં ૧૩૦૦ સીસીનું પાવરફુલ એન્જિન લગાડવામાં આવ્યું હતું. એ પછી તેણે કઝિન બ્રધર રસેલ શેરમૅન સાથે મળીને નૉર્થ યૉર્કશરના એલ્વિન્ગ્ટન ઍરફીલ્ડ પર ટુક ટુક દોડાવી હતી.

આ પણ વાંચોઃ 23 વખત માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો વિક્રમ સરજ્યો આ નેપાલી શેરપાએ

શરૂઆતમાં તેમણે ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રિક્ષા દોડાવવાની ગણતરી રાખી હતી. જોકે જ્યારે ઍરફીલ્ડ પર ઊતર્યા ત્યારે પવનની દિશાને કારણે તેમનું કામ સરળ બની ગયું અને મૅટે ૧૧૯ કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી રિક્ષા ચલાવવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કરી લીધો હતો.

united kingdom