હોંગકોંગમાં પ્રદર્શનને પગલે ચીન UK દુતાવાસના અધિકારીની ધરપકડ

21 August, 2019 07:50 PM IST  |  Hong Kong

હોંગકોંગમાં પ્રદર્શનને પગલે ચીન UK દુતાવાસના અધિકારીની ધરપકડ

Hong Kong : ચીન સામે લોકશાહી તરફી કાર્યકરો દ્વારા કરવામાં આવેલા વિરોધ વચ્ચે હોંગકોંગમાં એક મોટી કાર્યવાહી થઈ છે. હોંગકોંગમાં યુનાઇટેડ કિંગડમ દૂતાવાસમાં કામ કરતા એક અધિકારીને ચીની અધિકારીઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યો હતો. સિમોન ચેંગ નામનો અધિકારી શેનજાનની સફરથી પરત ફરી રહ્યો હતો, ત્યારે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો. મિડિયા રીપોર્ટ અનુસાર, યુનાઇટેડ કિંગડમના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે અમારી ટીમના એક સભ્યને હોંગકોંગની કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, અમે આ સમાચારથી ચિંતિત છીએ. અમે અધિકારીના પરિવારને જાણ કરી દીધી છે અને આગળની કાર્યવાહી પર નજર રાખી રહ્યા છીએ.

સિમોન ચેંગને તેની ગર્લફ્રેન્ડની સામે ધરપકડ કરવામાં આવી હતી અને લાંબા સમય સુધી તેનો સંપર્ક કરવાની મંજૂરી આપવામાં આવી નથી. ચેંગને ક્યાં રાખવામાં આવ્યો છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. સિમોન ચેંગ હોંગકોંગમાં બ્રિટીશ દૂતાવાસમાં વેપાર અને રોકાણ અધિકારી તરીકે કામ કરે છે.

આ પણ જુઓ : કલમ 370 હટવા પર નેટીઝન્સ થયા છે ક્રેઝી, મીમ્સ જોઈને ખડખડાટ હસી પડશો

ચીનના અધિકારીઓનો આરોપ છે કે સિમોન ચેંગ પર વિવિધ નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે, તેથી જ તેની અટકાયત કરવામાં આવી છે. તેમને પંદર દિવસ સુધી કસ્ટડીમાં રાખી શકાય છે.

hong kong china