બ્રિટનમાં હવે કોરોના વાઇરસનો ઇન્ડિયન વૅરિયન્ટ ફેલાતાં ગભરાટ

15 May, 2021 01:24 PM IST  |  London | Agency

તાજેતરમાં જ લાંબા સમયના લૉકડાઉન પછી અનલૉક થયેલા બ્રિટનમાં કોરોનાવાઇરસના ઇન્ડિયન વૅરિયન્ટ B1.617.2નો ફેલાવો વધતાં કોવિડ ટેસ્ટ્સ અને વૅક્સિનેશનની ઝડપ વધારવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં જ લાંબા સમયના લૉકડાઉન પછી અનલૉક થયેલા બ્રિટનમાં કોરોનાવાઇરસના ઇન્ડિયન વૅરિયન્ટ B1.617.2નો ફેલાવો વધતાં કોવિડ ટેસ્ટ્સ અને વૅક્સિનેશનની ઝડપ વધારવામાં આવી છે. B1.617.2થી ઇન્ફેક્ટેડ દરદીઓની સંખ્યા એક અઠવાડિયામાં બમણી થતાં સરકારે સતર્કતાનાં પગલાં લેવાની શરૂઆત કરી છે.

મહારાષ્ટ્રથી આવેલા ઇન્ડિયન વૅરિયન્ટથી ઇન્ફેક્ટેડ દરદીઓની સંખ્યા ગયા અઠવાડિયામાં ૫૨૦ હતી એ આ અઠવાડિયે વધીને ૧૩૧૩ પર પહોંચી છે. આ સંજોગોમાં ૨૧ જૂનથી લૉકડાઉનના નિયમો હળવા કરવા કે હટાવવા વિશે ફેરવિચાર કરવો પડશે.

united kingdom coronavirus covid19 great britain international news