દર વર્ષે 20 કરોડ લોકો મલેરિયાથી થાય છે પ્રભાવિત, નવી દવાની થઈ શોધ

01 September, 2019 12:34 PM IST  |  યૂકે

દર વર્ષે 20 કરોડ લોકો મલેરિયાથી થાય છે પ્રભાવિત, નવી દવાની થઈ શોધ

મલેરિયાથી બચવા માટે શોધાઈ નવી દવા...

મલેરિયાના ઈલાજ અને તેને રોકવા માટે બ્રિટેનના વૈજ્ઞાનિકોએ એક નવી દવા વિકસિત કરી છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે મલેરિયાના પરજીવીને તેના જીવનચક્રના કોઈ પણ ચરણમાં મારી શકાય છે. સાથે જ આ દવા ઈલાજમાં પણ કારગત સાબિત થશે. આંતરરાષ્ટ્રીય શોધકર્તાઓએ આ દવાની શોધને સાઈંસ જર્નલમાં પ્રકાશિત કરી છે.

પરજીવીને મારવા માટે સક્ષમ
શોધકર્તાઓની ટીમને લીડ ગ્લાસ્ગો યુનિ.ના પ્રોફેસર એંડ્ર્યૂ ટોબિને કર્યું છે. આ દવા પ્લાસ્મોડિયમ પ્રવાહિત કરનારા મચ્છરોને મારે છે. પ્લાસ્મોડિયમ પ્રોટોજોઆ ગ્રુપનું એ પ્રાણી છે જે મનુષ્યમાં મલેરિયા રોગ ઉત્પન્ન કરે છે. આ પરજીવી મચ્છરના માધ્યમથી માનવીના શરીરમાં પહોંચી લિવર અને લાલ રક્ત કોશિકાઓમાં પહોંચી જાય છે. શોધકર્તાઓએ એ પણ જણાવ્યું કે નવી દવા માનવીના શરીરમાં હાજર આ પરજીવીને મારવા માટે સક્ષમ છે.

મલેરિયાને રોકવા માટે મોટું કદમ
પ્રોફેસર ટોબિને જણાવ્યું કે શોધકર્તાઓનું આ પગલું મલેરિયાને નાથવા માટે મહત્વની ભૂમિકા નિભાવશે. તેમણે જણાવ્યું કે પરજીવીને તેના વિકાસને વિવિધ ચરણોમાં મારીને અમે મલેરિયાનો ઈલાજ કરી રહ્યા છે અને તેને ફેલાવાથી પણ રોકી રહ્યા છે.

દર વર્ષે 20 કરોડ લોકો થાય છે પ્રભાવિત
મલેરિયાની ચપેટમાં દર વર્ષે 20 કરોડ લોકો આવે છે અને દર વર્ષે ઓછામાં ઓછા પાંચ લાખ લોકો જીવ ગુમાવે છે. જેમાં મોટાભાગમાં બાળકો હોય છે.

આ પણ જુઓઃ પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

આ રીતે કામ કરે છે નવી દવા
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે નવી દવા શરીરમાં હાલ પીએફસીએલકે-3 નામના પ્રોટીનની ગતિવિધિઓને રોકે છે. આ પ્રોટીન અન્ય એવા પ્રોટીનનું ઉત્પાદન કરે છે જે પરજીવીને જીવિત રાખવામાં સામેલ છે. આ પ્રોટીનની ગતિવિધિ રોકીને દવા વધુ પ્રભાવશાળી રીતે પરજીવીને મારે છે, જે ન માત્ર તેને ફેલાવાથી રોકે છે, પરંતુ મનુષ્યોમાં આ બીમારીનો ઈલાજ પણ કરે છે.

malaria united kingdom