ભારત-ચીન હવે નથી રહ્યા વિકાસશીલ દેશ, નહીં મળે WTOનો ફાયદો- ટ્રંપ

14 August, 2019 06:05 PM IST  |  વૉશિંગ્ટન

ભારત-ચીન હવે નથી રહ્યા વિકાસશીલ દેશ, નહીં મળે WTOનો ફાયદો- ટ્રંપ

ડોનાલ્ડ ટ્રંપ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપે કહ્યું છે કે ભારત અને ચીન હવે વિકાસશીલ દેશ નથી રહ્યા એટલે તેમને WTOનો લાભ ન મળવો જોઈએ. તેમણે કહ્યું કે આ બંને દેશ વિશ્વ વ્યાપાર સંગઠનને મળી રહેલા દરજ્જાનો લાભ ઉઠાવી રહ્યા છે અને તેઓ આગળ આવું નહીં થયા. ન્યૂઝ એજન્સી પીટીઆઈના અનુસાર, ટ્રંપે દક્ષિણ એશિયાના દેશોમાં ટેરિફ લગાવવાના મામલામાં સૌથી આગળ રહેતો દેશ ગણાવ્યો છે. મહત્વનું છે કે ટ્રંપ અમેરિકા ફર્સ્ટની નીતિ પર ચાલે છે અને તેઓ અમેરિકાના ઉત્પાદનો પર વધુ ટેરિફ લગાવવાને લઈને ભારતની આલોચના પણ કરતા રહ્યા છે.

મહત્વનું છે કે આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિએ વિશ્વ વ્યાપાર સંગઠનને પુછ્યું હતું કે તે કોઈ દેશને વિકાસશીલ દેશનો દરજ્જો ક્યા આધાર પર આપે છે. ટ્રંપનો તેની પાછળો ઈરાદો એ છે કે તે વૈશ્વિક વેપાર નિયમો અંતર્ગત ફાયદો મેળવી રહેલી ચીન,તુર્કી અને ભારતને આ વ્યવસ્થાથી અલગ કરી શકે. ટ્રંપે કહ્યું કે તેઓ વર્ષોથી અમારો લાભ ઉઠાવી રહ્યા છે. તેમણે આશા પણ વ્યક્ત કરી કે ડબલ્યૂટીઓ અમેરિકાની સાથે નિષ્પક્ષ રીતે વ્યવહાર કરશે.

આ પણ જુઓઃ Veronica Gautam:ગુજરાતી ફિલ્મોની દિશા બદલનાર ફિલ્મ 'કેવી રીતે જઈશ'ની આયુષી યાદ છે ?

ત્યાં જ અમેરિકાના રાષ્ટ્રપતિએ પોતાના દેશના વેપારના પ્રતિનિધિઓને કહ્યું રહ્યું છે કે જો કોઈ વિકસિત અર્થવ્યવસ્થા WTOની ખામીઓનો ફાયદો ઉઠાવે, તો તેની સામે દંડાત્મક કાર્રવાઈ કરે. મંગળવારે એક સભાને સંબોધિત કરતા ટ્રંપે કહ્યું કે, એશિયાની બે મોટી અર્થવ્યવસ્થાઓ ભારત અને ચીન, હવે કોઈ વિકાસશીલ દેશ નથી રહ્યા અને તેઓ WYOનો લાભ નહીં લઈ શકે.

china united states of america donald trump