આવતા વર્ષે અમેરિકામાં ચૂંટણી પહેલા ટ્રમ્પ ભારતના પ્રવાસે આવે એવી શક્યતા

23 November, 2019 12:26 PM IST  |  New Delhi

આવતા વર્ષે અમેરિકામાં ચૂંટણી પહેલા ટ્રમ્પ ભારતના પ્રવાસે આવે એવી શક્યતા

File Photo

(જી.એન.એસ.) આવતા વર્ષે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવે તેવી શક્યતાઓ છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં ટ્રમ્પ ભારતનો પ્રવાસ કરી શકે છે. જો કે ટ્રમ્પની આ પ્રસ્તાવિત યાત્રાને લઈને યોજના બની રહી છે અને તારીખોને લઈને હજી કંઈ જ નક્કી કરવામાં આવ્યું નથી.


પ્રાપ્ત વિગતો અનુસાર ૨+૨ ડાયલોગના બીજા વર્ઝન માટે ભારતના રક્ષાપ્રધાન અને વિદેશપ્રધાન વૉશિંગ્ટનનો પ્રવાસ કરશે. આ દરમ્યાન ટ્રમ્પના પ્રવાસને લઈને પણ ચર્ચાઓ થઈ શકે છે. થોડા દિવસ પહેલાં જ અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારત પ્રવાસને લઈને સંકેતો આપ્યા હતા. આ સિવાય ભારત અને અમેરિકા વ્યાપાર મુદ્દાઓના સમાધાન માટેની દિશામાં કામ કરી રહ્યા છે. આમાં શરૂઆતી ટ્રેડ પેકેજને લઈને પણ ખૂબ ચર્ચાઓ છે.

આ પણ જુઓ : ઈશા-આકાશ-અનંતથી અનમોલ-અંશુલ સુધીઃ મળો અંબાણી પરિવાની નવી પેઢીને

ગત સપ્તાહે વાણિજ્યપ્રધાન પીયૂષ ગોયલ અમેરિકાના પ્રવાસ પર ગયા હતા, ત્યાં તેમની મુલાકાત અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ રોબર્ટ લિથિજર સાથે થઈ હતી. આ મુલાકાતમાં જ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડને લઈને ચાલી રહેલા મુદ્દાઓ પર વાતચીત થઈ હતી.

world news donald trump