કોરોના વાયરસ સામે લડવા અમેરિકાએ ભારતનો સહારો લીધો

05 April, 2020 10:51 AM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

કોરોના વાયરસ સામે લડવા અમેરિકાએ ભારતનો સહારો લીધો

ફાઈલ તસવીર

કોરોના વાયરસ (COVID-19) સામે લડવા માટે અમેરિકાએ ભારત દેશ પાસે મદદ માંગી છે. આ બાબતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે શનિવારે સાંજે ફોન પર ચર્ચા થઈ હતી. આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ પણ કર્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, મેં ફોન પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે અને તેમને હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવાનું કન્સાઇન્મેન્ટ મોકલવાની વિનંતી કરી છે. જેથી આપણે COVID-19ના સંક્રમિતોની સારવાર કરી શકીએ. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કોરોના વાયરસની સારવારમાં મલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિન સૌથી સચોટ છે.

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત થયા પછી મોદીએ ટ્વીટમાં કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર વિસ્તૃત ચર્ચા કરી છે અને COVID-19 સામે લડવા માટે ભારત-અમેરિકાની ભાગીદારી બધી જ તૈયારીઓ કરી રહી છે.

coronavirus covid19 international news united states of america india narendra modi donald trump