આ બહેન ઘોડીની જેમ ચાર પગે દોડતાં અને કૂદતાં હોય છે

18 May, 2019 01:05 PM IST  |  નૉર્વે

આ બહેન ઘોડીની જેમ ચાર પગે દોડતાં અને કૂદતાં હોય છે

ગાર્ડનમાં ડૉગીની જોડે દોડતાં આ લેડી

નૉર્વેના આયલા કિર્સ્ટિન નામનાં બહેનનો ચાર પગે દોડતો એક વિડિયો ટ્વિટર પર અપલોડ થતાં સોશ્યલ મીડિયામાં જબરો વાઇરલ થયો છે. આ વિડિયોમાં બહેન ચાર પગે દોડે છે, ઊછળે અને કૂદે છે. તેમણે ઘોડાની જેમ ચાલવામાં જબરી હથોટી કેળવી છે.

ગાર્ડનમાં ડૉગીની જોડે દોડતાં હોય ત્યારે પણ આયલાબહેન ચાર પગે જ સફર કરે છે. હર્ડલ રેસમાં ભાગ લેતા હૉર્સની જેમ તેઓ ગાર્ડનમાં નાના-મોટા અવરોધ પણ ઘોડાની જેમ જ ચાર પગે કૂદીને પાર પાડે છે. ‌આયલા કિર્સ્ટિનના ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ પર બહેનની બીજી કોઈ અંગત વિગતો નથી મળતી, પણ તેઓ ચાર પગે ઘોડાની જેમ ઊછળકૂદ કરતાં હોય એવી અઢળક વિડિયો-ક્લિપ્સ મળી આવે છે.

આ પણ વાંચો:અમદાવાદથી માત્ર 5 કલાક દૂર આવેલું છે આ કુદરતનું ઘર, થઈ જશો ખુશખુશાલ

hatke news