બૉરિસ જૉનસનની ખુરસી ટકી ગઈ

08 June, 2022 12:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્રિટિશ વડા પ્રધાન બૉરિસ જૉનસનની ખુરશી પરથી ખતરો ટળી ગયો છે.

બૉરિસ જૉનસન

લંડન (પી.ટી.આઇ.) ઃ બ્રિટિશ વડા પ્રધાન બૉરિસ જૉનસનની ખુરશી પરથી ખતરો ટળી ગયો છે. ૨૧૧ સંસદસભ્યોના વોટની સાથે તેમણે વિશ્વાસ મતનો પ્રસ્તાવ જીતી લીધો છે. ખાસ વાત એ છે કે જૉનસન સરકાર વધતી મોંઘવારી અને પાર્ટીગેટ સ્કૅન્ડલના કારણે વિવાદોમાં ઘેરાઈ છે. કન્ઝર્વેટિવ પાર્ટીના અત્યારના નિયમો અનુસાર આ જીતની સાથે જ જૉનસનને ઓછામાં ઓછા ૧૨ મહિના સુધી કોઈ વિશ્વાસ મતના પ્રસ્તાવનો સામનો નહીં કરવો પડે. વિશ્વાસ મતના પ્રસ્તાવ પર કુલ ૩૫૯ મત પડ્યા હતા, જેમાંથી ૧૪૮ની સામે જૉનસને ૨૧૧ મતની સાથે જીત હાંસલ કરી છે. કોરોનાની મહામારી વખતે લૉકડાઉન દરમ્યાન પાર્ટી કરવાના કારણે કન્ઝર્વેટિવ પાર્ટીના ૪૦થી વધારે સંસદસભ્યોએ પીએમ જૉનસનના રાજીનામાની માગણી કરી હતી.

world news london