ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાને હાર સ્વીકારી લીધી

22 May, 2022 10:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મોરિસને ગઈ કાલે ચૂંટણી પછી પરાજયનો સ્વીકાર કર્યો હતો.

ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મોરિસન (તસવીર: વિકિપિડીયા)

કેનબેરા (ઑસ્ટ્રેલિયા), (એ.પી.)ઃ ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મોરિસને ગઈ કાલે ચૂંટણી પછી પરાજયનો સ્વીકાર કર્યો હતો. લાખો મતની ગણતરી બાકી હતી એ પહેલાં જ સ્કૉટ મોરિસને ઝડપથી હાર સ્વીકારી લીધી હતી, કેમ કે ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન અમેરિકા, જપાન અને ભારતના નેતાઓ સાથે મંગળવારે ટોક્યો સમિટમાં ભાગ લેવાના છે. વિપક્ષના નેતા ઍન્થની અલબેનીઝ વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. તેમની લેબર પાર્ટીએ ૨૦૦૭ બાદથી પ્રથમ વખત ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. 

world news australia