હાથ વિનાના સ્વિમિંગ-સ્ટારને દેશે આપ્યો પ્રૉમિસિંગ સ્પોર્ટ્સમૅનનો ખિતાબ

26 March, 2019 10:09 AM IST  | 

હાથ વિનાના સ્વિમિંગ-સ્ટારને દેશે આપ્યો પ્રૉમિસિંગ સ્પોર્ટ્સમૅનનો ખિતાબ

પ્રૉમિસિંગ સ્પોર્ટ્સમૅનનો ખિતાબ

યુરોપિયન દેશ બોસ્નિયા અને હર્ઝગોવિનામાં રહેતો આઠ વર્ષનો ઇસ્માઇલ ઝુલ્ફિક જન્મથી જ બે હાથ વિના ધરતી પર આવ્યો છે, પણ તેણે સ્વિમિંગ ક્ષેત્રે જે પ્રતિભા દાખવી છે એ જોતાં આ વર્ષે દેશ વતી તેને મોસ્ટ પ્રૉમિસિંગ સ્પોટ્ર્સમૅનનો ખિતાબ આપવામાં આવ્યો છે. ઇસ્માઇલને ખભા પાસેથી જ બન્ને હાથ નથી. એક પગમાં પણ થોડીક ખામી છે. તેનો પરિવાર ખૂબ મધ્યમ વર્ગનો હોવાથી ખાસ વિશિષ્ટ સુવિધાઓ તેને પૂરી પડી શકે એમ નથી. એમ છતાં તે હાલમાં ઑલિમ્પિક્સમાં ભાગ લેવાની તૈયારી કરી રહ્યો છે. નૅશનલ લેવલની અનેક સ્પર્ધાઓમાં તે સુવર્ણ અને રજતચંદ્રકો જીતી લાવ્યો છે અને આ બધાનું શ્રેય જાય છે અમેલ કાપો નામના તેના કોચને.

 અમેલે ખાસ ડિસેબલ લોકો માટે સ્વિમિંગ-પૂલ શરૂ કર્યો છે અને જેમને શારીરિક ખામીઓ છે એવાં બાળકોને જ તરતાં શીખવવાનું તેણે બીડું ઝડપ્યું છે. ચાર વર્ષની ઉંમરે ઇસ્માઇલ ઝુલ્ફિક તેના સંપર્કમાં આવ્યો હતો. તેને જોતાં જ અમેલને લાગ્યું હતું કે આ છોકરો જરૂર નામ ઉજાળશે એટલે તેને રોજ ટ્રેઇનિંગ માટે લાવવા-લઈ જવાની જવાબદારી પણ તેણે ઉઠાવી લીધી હતી.

 

આ પણ વાંચો: ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્ષમાં ભારતે ચીનને પછાડ્યું, બે ક્રમનો થયો ફાયદો


બન્ને હાથ વિના પણ તેણે અત્યાર સુધીમાં રાષ્ટ્રીય સ્તરે જે પ્રદર્શન કર્યું છે એ જોઈને ઓટોકામાં આવેલા ઑલિમ્પિક પૂલમાં તેની ટ્રેઇનિંગ ચાલી રહી છે.